સંવેદનશીલ સરકાર નો સંવેદનશીલ નિર્ણય, APL-1 કાર્ડધારકોને પણ અનાજ વિના મૂલ્યે આપવામાં આવશે

82

રાજ્ય સરકારે ગુજરાતના 60 લાખ ગરીબ પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહિના માટેનું અનાજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

Loading...