Abtak Media Google News

બરમૂડા ટ્રાએન્ગલનું રહસ્ય બની ગયું છે છેલ્લાં કેટલાય વર્ષોથી લોકો માટે એ મિસ્ટ્રી બની ચુક્યું હતું. અહિંથી પસાર થતા કેટલાંય સમુદ્વિ વહાણ અને પ્લેન ખોવાઇ ગયા છે. જેનુ કારણ કોઇ જાણી શક્યું નથી. પરંતુ ઘણા રીસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેની પાછળના રહસ્યની શોધ થઇ ગઇ છે વૈજ્ઞાનિકોએ બરમૂડા ટ્રાઇએંગલની આસપાસનાં વાતવરણ ખૂબ જીવવટથી તપાસ કરી છે જેના આધારે આ રહસ્યને સુલઝાવી શકાયું છે. અત્યાર સુધી એ જગ્યાએ જાવા વાળુ કોઇ જીવતું પાછુ નથી આવી શક્યું.

આ ટ્રાઇએન્ગલની ઉપર ખતરનાક હવા ચાલે છે જેની ગતી ૧૭૦ માઇલ પ્રતિ કલાકની હોય છે જેથી કોઇ વહાણ તેની ઝપેટમાં આવ્યા બાદ બચી શકતુ નથી અને સંતુલન ગુમાવી અકસ્માતનો ભોગ બને છે. આ સાથે જ બરમુડા ટ્રાઇએન્ગલની ઉપર કિલર ક્લાઉડ એટલે જીવલેણ વાદળો છવાયેલાં રહે છે આ ગાઢ વાદળોમાં અનેકો તોફાન પણ હિલોળા લેતા હોય છે જેથી તેની ઝપેટમાં આવતા પ્લેન પણ બેલેન્સ ખોઇ વિસ્ફોટ થઇ જાય છે. સેટેલાઇટ પરથી પણ આ વાદળોનો અંદાજો મેળવવો મુશ્કેલ બને છે જેનો ઘેરાવો ૨૦-૫૫ માઇલ સુધી ફેલાયેલો હોય છે. આ ઉપરાંત આ આઇલેન્ડ પર કેટલાંય એરબમ છે જેના કારણે ત્યાંની હવાની ગતિ પણ ખુબ હોય છે. એવું કહેવાય છે કે પૃથ્વીના જે ભાગમાં બરમૂડા ટ્રાઇએન્ગલ આવેલું છે ત્યાં ખૂબ જ ચુંબકીય શક્તિ છે જેના કારણે જે કાંઇ પણ તેની નજીક જાય છે તે સમુદ્રમાં ગરકાવ થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.