Abtak Media Google News

ડાકીયાઓની ભૂમિકા બદલાઇ રૂ . એક હજાર કરોડની ‘હોમ ડિલેવરી’ કરી

લોકડાઉનના પ૦ દિવસમાં પોસ્ટ ખાતાએ નવો રેકોર્ડ બનાવ્યો

કોઇ ઘરથી બહાર નીકળી શકતું ન હતું તેવા સમયે બેંકોમાંથી નાણા ઉપાડી ગ્રાહકોને પહોંચાડયા

લોકડાઉન દરમિયાન ભારતભરમાં ફિલ્મી ગીત ડાકિયા ડાર્ક ગાયા ખુશીકા પૈગામ લાયાની જેમ ટપાલીઓ લક્ષ્મીના સાક્ષાત વાહક બન્યા હોય તેમ લોકડાઉનના પ૦ દિવસોમાં ભારતના બેકિંગ ઇતિહાસમાં અત્યાર સુધીની સીમા ચિહનરૂ પ કામગીરીમાં ટપાલીઓએ વિવિધ બેન્કમાં ખાતુ ધરાવતાં ગ્રાહકોના દરવાજે જઇને હાથો હાથ એક હજાર કરોડ રૂ પિયાની રોકડની ડિલેવરી કરી એક નવો ઇતિહાસ રચ્યો છે.

ટપાલીઓ દ્વારા એક હજાર કરોડની ડિલેવરીઓમાં પોષ્ટ ઓફીસ સેંવિગ બેન્ક ટ્રાઝેકશનના ૬૬ હજાર કરોડ અને લોકડાઉન દરમિયાન ૪ કરોડ જેવા વ્યવહારો આ સેવામાં ગણાયા નથી. વિસ્થાપિત મજુરોની ઘર વાપસીના આ દિવસો અને કપરા સમયમાં યુપી અને બિહારમાં પોષ્ટ વર્તુળમાં સૌથી વધુ ૭૪ કરોડ અને ૧૦૧ કરોડ રૂ ની રકમ લોકોના ઘરે પહોચાડવામાં આવી હતી. અનુુક્રમે ગુજરાત, તેલગાંણા અને આંધ્રપ્રદેશના પ બેસ્ટ પરર્ફોરમર રાજયોમાં નીચેના ભાગે રહ્યા હતા.

વિસ્થાપિતોના નામે વધુ એક નવો ઇતિહાસ રચાયો છે તેમ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લોકડાઉન દરમિયાન નવા ર૩ લાખ ખાતાઓ પછાત અને બેંક સહુલત વિહાણા વિસ્તારમાં ખુલ્યાનો ઇતિહાસ રચાયો છે. આ સફળ ગાથા ભારતીય પોષ્ટના નામે એવા સમયે લખાઇ છે કે જયારે ઘણી આર્થિક સંસ્થાઓ પૈસાની ખેંચ અને ધંધાો ચલાવવા માટે ફાંફા મારવા જેવી સ્થિતિમાં આવી પડી હતી.

ઇન્ડિયા પોષ્ટ પબ્લિક બેંક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી હતી. આજે તે એકલા હાથે આંતરીક બેંક સેવા ગ્રાહકોને કોઇપણ બેંકના આધાર સંકલિત ખાતા ધરાવતા ગ્રાહકોને સેવા પુરી પાડે છે તેમ પ્રદીપકુમારે પોષ્ટ વિભાગના સચિવે કહ્યું હતું કે ર લાખ પટાલીને લોકોના ઘર સુધલી બેંક સેવા પહોચાડવા માટે ૧.૩૬ લાખ પોસ્ટ ઓફીસ અને ૧.૦૬ ઇપીએસ મશીન સાથે સજજ કરીને આ સેવા ચલાવવામાં આવી રહી છે. આધાર ઇનેબલ પેમેન્ટ સર્વિસ અને વાઇફાઇ ઇનેબલ ડિવાઇસથી ટપાલીઓ સમગ્ર દેશમાં ફિંન્ગર પ્રિન્ટના આધારે ઘરના દરવાજે જઇને લોકોને પૈસા પહોચાડી રહ્યા છે. ખાસ કરીને કોરોના સંક્રમિત વિસ્તારોમાં રાહત કેમ્પો, હોટ સ્પોટ ઝોન, બિમાર વૃઘ્ધો અને વિકલાંગોની સાથે સાથે વયોવૃઘ્ધ પેન્શનરો ગરીબ ગ્રામજનો કે જેઓ વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તેમના બેંકના ખાતાઓમાં પૈસા મેળવે છે. તે તમામને પોષ્ટ વિભાગે લોકડાઉનના ર૩મી માર્ચથી ૧૧મી મે દરમિયાન કુલ ૧૦૫૧ કરોડ રૂ પિયાની રોકડનો ૫૯ લાખના ટ્રાઝેકશનમાં ર૦ લાખ ટ્રાઝેકશન ફળીભુત કર્યો હતો.

ઉત્તર પ્રદેશમાં જ આ વ્યવહારોની ત્રીજા ભાગના ટ્રાઝેકશનો થયાં હતા. ધ પેમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા પોષ્ટએ બનાવેલી પોષ્ટ ઇન્ફો એપ્લીકેશન ગગુલના પ્લે સ્ટોલમાંથી ડાઉન લોડ કરીને લોકોના ઘેર રોકડ માટેની નોંધણી કરાવી શકાય છે. હવે લોકો સ્પીડ પોસ્ટ અને પોસ્ટમાં બચત બેંકોના હપ્તા પણ ઘર બેઠા આ એપ્લીકેશન મારફત ભરી શકશે. જે લોકો પાસે સ્માર્ટ ફોનની સુવિધાઓ હોય તેઆ સેવાની દરખાસ્ત ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૭૯૮૦ થી પણ કરી શકે છે.

પોષ્ટ વિભાગે લોકડાઉન દરમિયાન ટપાલી મારફત લોકોને એક હજાર કરોડની રોકડ ઘર બેઠા પહોચાડીને બેકિંગ અને પોષ્ટલ સેવા ક્ષેત્રે અત્યાર સુધી કયારેય ન નોંધાયો હોય તેવો એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. લોકડાઉન દરમિયાન જયારે કોઇ ઘરની બહાર નીકળી શકતું ન હોય, કોઇ સગા, સંબંધી, મિત્રોકે પરિચિતો ઇચ્છે તો પણ મદદરુપ થઇ શકતા ન હોય તેવા સમયમાં બેંકના ખાતામાંથી પૈસા ઉપાડીને દરવાજે રૂ પિયા દેવા આવનાર પોસ્ટમેન ખરેખર લક્ષ્મીજીના વાહકનું જ રૂ  લાગે તેમાં કોઇ નવાઇ નથી.

ડિઝિટલ યુગ અને સંદેશા વ્યવહારની હાઇટે સુવિધા દરેક વ્યકિતના હાથમાં સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ, ઇમેલ, આવી ગયા છે ત્યારે એવું લાગતું હતું કે ભારતનું પોષ્ટ ખાતું હવે અગાઉના ટેલીગ્રામ, તાર, વિભાગની જેમ ભુતકાળે બની જશે. પણ એવું થયું નથી. દેશની વિશાળ જનસંખ્યાના જીવંત સંપર્ક સાથે પોસ્ટ વિભાગ આજે પણ દેશનું એક અનિવાર્ય માઘ્યમ છે. તે સાબિત થઇ ચુકયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.