Abtak Media Google News

૨૦૦ કિલો હેરોઈનની હેરાફેરી કરનાર ત્રણ આરોપીઓને પકડી પાડતુ ગુજરાત એટીએેસ

ઉડતા પંજાબ જેવી ઘણી ખરી ઘટનાઓ સામે આવી છે. ખુબ જ મોટા ડ્રગ્સ રેકેટો એટીએસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડવામાં આવ્યા હોવાનું પણ સામે ખુલ્યું છે પરંતુ સમય પસાર થતા જાણે રાજયમાં અને દેશમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ગત ૩૧મી જાન્યુઆરીનાં રોજ ૨૦૦ કિલો હેરોઈન જે પકડવામાં આવ્યું તે કચ્છથી પંજાબ લઈ જવામાં આવ્યું હતું પરંતુ વાહન ચેકિંગ દરમિયાન ભટીંડા ખાતે આ રેકેટનો પર્દાફાશ થયો હતો જેમાં મુખ્ય આરોપીઓ જેવા કે રજાક સુમરા, કરીમ સિરાઝ અને સુનિલ બારમાસે નાસી છુટયા હતા. ગુપ્ત બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે આ ત્રણ આરોપીઓને પકડી પાડયા હોવાનું સામે ખુલ્યું છે ત્યારે બીજી તરફ એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે જે રીતે હેરોઈન અને કેફી પદાર્થોની હેરાફેરી થઈ રહી છે તેમાં મુખ્યત્વે સુરક્ષામાં છિંદા હોય તેવું લાગે છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે તંત્ર સજજ થયું છે.

7537D2F3 8

ગુજરાત એટીએસએ ઓગસ્ટ-૨૦૧૮માં નોંધેલા ગુનામાં અરસદ અબ્દુલ રજાક સોતા ઉર્ફે રાજુ દુબઈ પકડાયો હતો અરસદે પાંચ મહિના પહેલાં પાકિસ્તાની નાગરિક નબિબક્ષ મારફતે પાકિસ્તાનના હાજીસાબ ઉર્ફે ભાઈજાન સાથે વાતચીત કરાવી હતી. કુલ ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી વહાણમાં લાવી જખૌના દરિયામાં સાત-આઠ માઈલ અંદર અઝીઝ અબ્દુલ ભગાડના વહાણ મારફતે અલગ અલગ દિવસોએ ડિલિવરી મેળવી હતી. બાદમાં આ જથ્થો નાની ફાઈબર બોટમાં લાવી માંડવીમાં રહેતા રફીક આદમ સુમરા અને શાહીદ કાસમ સુમરાને આપ્યો હતો. રફીક આદમ સુમરાના ગોડાઉનમાં છૂપાવેલો ડ્રગ્સનો જથ્થો બાદમાં શાહીદ, રફિક અને રાજુ દુબઈએ ત્રણ ફેરામાં કારમાં લઈ જઈ ઊંઝા ખાતે આરોપી સીમરનજીતસિંગના માણસો મુળ કાશ્મીરના નજીર અહેમદ સાલી મોહમદ ઠાકર (મુસ્લિમ) અને મંજુર અહેમદ અલીમોહમદ મીરને આપ્યો હતો. બન્નેએ જીરુંની આડમાં હેરોઈનનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે પંજાબ મોકલ્યો હતો. આ કેસમાં પાંચ આરોપી પકડાયા હતા. જ્યારે, સિમરનજીત સંધુ અને શાહીદ સુમરા વોન્ટેડ હતા.

આ કેસમાં ચાર્જશીટ કર્યા પછી પણ  એટીએસએ તપાસ ચાલુ રાખી હતી. આરોપીઓએ હેરોઈનનો વધુ જથ્થો ઉતાર્યો હોવાની શંકાથી ખાનગી રાહે તપાસ ચાલી રહી હતી. છેલ્લા બે-ત્રણ મહિનાથી માંડવી ખાતે નારકોટિક્સ અંગેની હલચલ હોવાની બાતમીથી  એટીએસએ ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તા. ૩૧ જાન્યુઆરીએ પંજાબના ભટીંડા ખાતે ૧૮૮ કિલો હેરોઈન પકડાયું હતું. પંજાબ એસટીએફએ આ અંગે તપાસ કરતાં હેરોઈનનો જથ્થો કચ્છથી ગયો હોવાની વિગતો  ખુલી હતી. પંજાબ એસટીએફએ ગુજરાત એટીએસની મદદ માગી હતી. હેરોઈનનો જથ્થો ગાંધીધામથી ટ્રકમાં ભરીને પંજાબના અમૃતસર ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ વિગતોથી ગુજરાત એટીએસએ માંડવીના બાગ ગામમાં રહેતા ક્ધસ્ટ્રક્શન ધંધાર્થી રજાક આદમ સુમરા (ઉ.વ. ૪૧), ગાંધીધામમાં રહેતા માટી કામના કોન્ટ્રાક્ટર કરીમ મોહમદ સીરાજ (ઉ.વ. ૩૪) અને ગાંધીધામના એકતાનગરમાં રહેતા સુનિલ વિઠ્ઠલ બારમાસે (ઉ.વ. ૩૯)ને ઝડપી લીધા છે.  આરોપીઓએ કેફિયત આપી છે કે, વર્ષ ૨૦૧૮માં માંડવીના છછી બંદરે ૫૦૦ કિલો હેરોઈન ઉતારાયું હતું. આ પૈકી છૂપાવી રાખેલો ૨૦૦ કિલો  હેરોઈનનો જથ્થો ટ્રકમાં ભરી પંજાબ મોકલાયો હતો. ત્રણેય  આરોપીને ઝડપી લઈ  એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.