Abtak Media Google News

દસ્તાવેજી નોંધણી ઓનલાઇન એપોઇન્ટમેન્ટના નિર્ણયના વિરોધ વકીલોએ મહેસુલ મંત્રીને કરી લેખીત રજુઆત

ગાંધીનગર નોંધણી નિરીક્ષક દ્વારા કરવામાં આવેલા તધલધી નિર્ણયને રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનને પરિપત્રની હોળી કરી કલેકટરને આવેદન પત્ર પાઠવી વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ વ્યકત કર્યો છે.

વધુ વિગત મુજબ કોરોનાના વાયરસને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. સંક્રમણ અટકાવવા ગાંધીનગર સ્થિત નોંધણીસર નિરીક્ષક કચેરી દ્વારા ગત તા. ૪-૭-૨૦ ના રોજ એક પરિપત્રોના નવા નીતનવા ફતવાઓ બહાર પાડી કામને સરળતાને બદલે પરેશાન કરવાથી આમ જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે.

દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા માટે ફરજીયાત ઓનલાઇન  એપોઇન્ટમેન્ટ લેવાની રહે છે. સાથે ઇન્ડેક્ષ, ખરી નકલ, સર્ચ, દસ્તાવેજ  જેવી કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવી છે.

Dsc 1320

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શેડયુલર ફેરફાર કરવાના પરીપત્રના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા મોરબીની ફરીયાદના કારણે એપોઇન્ટમેન્ટના સમય અને તારીખ વકીલ અથવા અરજદારને અનુકુળ ન હોય તો ફરીથી પ્રક્રિયા અનુસરવા ઇમેઇલ કરવાનો જેવા નવા નવા ફતવાનો રાજય ભરવામાં વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ તધલધી પરિપત્રના વિરોધમાં રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન દ્વારા જીલ્લા નોંધણી નીરીક્ષણ કચેરી ખાતે મોટી સંખ્યામાં વકીલોની ઉ૫સ્થિતમાં પરિપત્રની હોળી કરી મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ તકે રેવન્યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ, બાર કાઉન્સીલના મેમ્બર દિલીપ પટેલ, ભાજપ લીગલ સેલના હિતેષ જોષી, ઉપપ્રમાુખ એન.જે. આહ્યા, ઉપપ્રમુખ એન.વી. પટેલ અને મંત્રી ડી.ડી. મહેતા સહિતના મોટી સંખ્યામાં વકીલો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.