Abtak Media Google News

શાળાનું ૯૪ ટકા ઉત્કૃષ્ટ પરીણામ: ૯૯થી વધુ પીઆર મેળવતા રેકોર્ડબ્રેક ૧૫ વિદ્યાર્થીઓ હેપી શેરઠીયા બોર્ડ સેક્ધડ, જીગર ઝરીયાએ બીએમાં તથા સૌરવ કાછડીયાએ સ્ટેટમાં મેળવ્યા ૧૦૦ માર્કસ

ધો.૧૨નાં પરિણામમાં રાજકોટ શહેરની સર્વોદય સ્કૂલે શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કર્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સર્વોદય સ્કૂલનું પરીણામ ૯૪.૦૦% જાહેર થયું હતું. ૯૯થી વધુ પીઆર મેળવવામાં રેકોર્ડબ્રેક ૧૫ વિદ્યાર્થીઓ, ૯૮થી વધુ પીઆર મેળવવામાં ૩૮ વિદ્યાર્થીઓ, ૯૫થી વધુ પીઆર મેળવવામાં ૧૦૬ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.

બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૨નાં પરીણામમાં સતત શ્રેષ્ઠ પરીણામ આપતી સર્વોદય સ્કૂલે ફરી સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. સર્વોદય સ્કૂલમાંથી શેરઠિયા હેપી ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડ ટોપ ટેનમાં બીજા ક્રમે તેમજ શાળામાં પ્રથમ ક્રમે રહી છે તથા ઝરીયા જીગર ૯૯.૮૯ પીઆર (બી.એ.-૧૦૦/૧૦૦) સાથે શાળામાં દ્વિતીય ક્રમે તેમજ કાછડીયા સૌરવ ૯૯.૮૮ પીઆર (સ્ટેટ-૧૦૦/૧૦૦) તેમજ સોઢા ફોરમ ૯૯.૮૮ પીઆર, સાવલીયા અદિતી ૯૯.૮૮ પીઆર શાળામાં તૃતીય ક્રમે સફળતા પ્રાપ્ત કરેલ છે.

સર્વોદય સ્કૂલ ભાર વગરનાં ભણતરને સાર્થક કરી રાષ્ટ્રહીતનાં વિચાર સાથે ઉતમ સમાજનું ઘડતર કરી સાચી કેળવણી માપવા કટીબદ્ધ છે ત્યારે વિદ્યાર્થીઓને આ સફળતા તેમને તેમનાં કાર્યમાં વધુ સક્ષમ બનાવશે. શાળાના ઝળહળતા પરીણામ બદલ સ્કૂલના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, પ્રિન્સીપાલ ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓ તથા ધો.૧૨નાં વિભાગીય વડા મનોજભાઈ તળપદા તથા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

ટેન્શન ફ્રી રહીને આત્મવિશ્ર્વાસ સાથે અભ્યાસ કરવાથી મળે સફળતા: શેરઠિયા હેપી

11 23શાળામાંથી અપાયેલા કાર્યને રોજબરોજ નિયમિત રીતે કરતું રહેવું અને હળવાશથી કોઈપણ પ્રકારનાં ટેન્શન રાખ્યા વગર આનંદથી અભ્યાસ કરવો એવું વિચારતી શેરઠિયા હેપી ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં દ્વિતીય ક્રમે રહી સફળતા પ્રાપ્ત કરી છે. હોનહાર માતા-પિતાની હોનહાર પુત્રી હેપી પોતાના સપના સાકાર કરવા બીઝનેસ વુમેન બનીને સક્ષમ રીતે સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવવાની ઈચ્છા રાખે છે.

મજુરી કામ કરતા પિતાનાં પુત્રએ મેળવી જવલંત સફળતા

22 1મધ્યમ વર્ગીય વિદ્યાર્થી ઝરીયા જીગર બોર્ડમાં ૯૯.૮૯ પીઆર સાથે શાળામાં દ્વિતીય ક્રમે સફળતા મેળવે છે. ધો.૧૨માં પણ સફળતા મેળવીને ભરતસરના માર્ગદર્શનથી કોમર્સમાં પ્રવેશ મેળવી આ વર્ષે પણ શ્રેષ્ઠ સફળતા મેળવી છે. તેનાં પિતા મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે જીગરે પોતાનાં પિતાનું સપનું સાકાર કર્યું છે. જીગરની મહેચ્છા જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરી સક્ષમ અધિકારી બની સમાજ સેવા કરવાની છે.

સી.એ.બનવા માટે કટીબદ્ધ: કાછડીયા ગૌરવ

3 64મધ્યમ વર્ગીય પરિવારનો વિદ્યાર્થી કાછડીયા સૌરવ બોર્ડમાં ૯૯.૮૮ પીઆર સાથે શાળામાં તૃતીય ક્રમે સફળતા મેળવે છે. તેમજ તેનાં મનગમતાં વિષય એવા એકાઉન્ટ વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ મેળવી પોતાનું લક્ષ્ય હાંસીલ કર્યું છે. હવે તે સી.એ. ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦માં પણ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી હતી.

સી.એ.બનવા માટે મહેનત ખુબ જરૂરી છે તેના માટે અત્યારથી જ તૈયાર થવું પડે

4 49તાજેતરમાં બહાર પડેલા સામાન્ય પ્રવાહનાં પરીણામમાં ૯૯.૮૮ પીઆર સાથે શાળામાં તૃતીય ક્રમે રહી સફળતા પ્રાપ્ત કરનાર સોઢા ફોરમ વિચારે છે કે મારે સી.એ.બનવું છે તો સી.એ.બનવા માટે અત્યારથી જ મહેનત કરવી પડે અને તેનાં પરીણામે ધોરણ ૧૨નાં પરીણામમાં મે સફળતા મેળવી છે.

મુશ્કેલીમાં પણ આત્મવિષયથી શ્રેષ્ઠ સફળતા મેળવતી: ક્રિષ્ના જોશી

6 25અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી તે પંકિતને સાર્થક કરનાર ક્રિષ્ના જોશી ખરેખર સફળતાનું જવલંત ઉદાહરણ બની છે. નેશનલ રમત-ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી હરીયાણા ખાતે તે નેશનલ કેમ્પમાં ભાગ લઈ રાજકોટ પરત આવતા હોનહાર વિદ્યાર્થીનીને હાથની આંગળીઓમાં ઈન્ફેકશન લાગી જતા હાથની આંગળીઓ સુકાવા લાગી હતી અનેક ડોકટરોની અથાક મહેનત હોવા છતા તેની આંગળીઓ કાપવી પડી હતી અચાનક આવેલી આ પરિસ્થિતિમાં પણ ખુબ શાંત રહીને પરીવારને સાંતવના આપતી હતી. ધો.૧૦ની પરીક્ષાનો સમય નજીક હોવા છતાં આત્મવિશ્ર્વાસથી પરીક્ષા આપીને શ્રેષ્ઠ સફળતા મેળવી મુશ્કેલીનાં આ સમયમાં સંસ્થાનાં સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, ટ્રસ્ટી ગીતાબેન ગાજીપરા પરીવારની સાથે રહ્યાં ક્રિષ્નાની પ્રેમપૂર્વક કાળજી રાખી તેનાં આત્મ વિશ્ર્વાસમાં વધારો કર્યો અને આગળ અભ્યાસ માટે તૈયાર કરી. મજુરી કામ કરતા તેના પિતાને પણ આર્થિક સધિયારો આપી પારિવારિક લાગણી વ્યકત કરી. કોમર્સ ક્ષેત્રમાં પ્રવેશ મેળવી ક્રિષ્ના જોશી પોતાનાં ધ્યેય તરફ સંકલ્પ બદ્ધ બની મહેનત કરવા લાગી. તેના પરીણામે મુશ્કેલીનાં સમયમાંથી પણ આત્મવિશ્ર્વાસ સાથે ધો.૧૨ની પરીક્ષામાં પણ ૯૯.૧૬ પીઆર મેળવી આ દિકરીએ ઉત્કૃષ્ઠ ઉદાહરણ સાબિત કર્યું છે.

ચિત્રકામની મનગમતી પ્રવૃતિ સાથે શ્રેષ્ઠ સફળતા મેળવતી: સાવલીયા અદિતી

33 2નાનપણથી જ ચિત્રની કલામાં પારંગત સાવલીયા અદિતી ચિત્ર સ્પર્ધામાં અનેક સફળતા મેળવી છે. ત્યારે ધો.૧૨માં પણ ૯૯.૮૮ પીઆર સાથે શાળામાં તૃતીય ક્રમે શ્રેષ્ઠ સફળતા મેળવી શાળાનું અને પરીવારનું ગૌરવ વધાર્યું છે. નિયમિત રીતે પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.