અર્થતંત્રની પુરપાટ ગતિ રિઝર્વ બેંકને નીતિ ‘ઘડવા’માં સરળતા લાવી દેશે

દેશના કૃષિ ક્ષેત્ર ઉપરાંત કોરોના રસીનું ઉત્પાદન અને નિકાસ અર્થતંત્રને વધુ મજબૂત બનાવી રહ્યું છે

વિશ્ર્વભરમાં કોરોના મહામારીના પગલે આર્થિક કટોકટી અને લોકડાઉનમાં વેપારીક-ઉદ્યોગીક પ્રવૃતિઓ બંધ રહેતા અર્થતંત્રમાં મોટી ખાદ્યની ઓટ આવી હતી. પરંતુ ભારતની માળખાગત વ્યવસ્થા અને કૃષિ લઘુ ઉદ્યોગો અને આંતરીક ઔદ્યોગીક પ્રવૃતિઓના કારણે ભારતનું અર્થતંત્ર કોવિડ મહામારીની મંદીથી ઝડપથી બહાર આવી રહ્યું છે. રિઝર્વ બેંકના ગુરૂવારે જારી થયેલા અહેવાલમાં કોરોના મહામારીની આર્થિક મુશ્કેલીઓ નિવારવા માટે સેન્ટ્રલ બેંકે ખાદ્ય હટાવીને મુદ્રા બજારમાં આર્થિક તરલતાનું નિયમન કરવા માટેના શરૂ કરેલા પ્રયાસોમાં અર્થતંત્રને પુરપાટ ગતિ આપી છે.

અર્થતંત્રની આ વૃદ્ધિ અને માઈક્રો ઈકોનોમીક દ્રષ્ટિકોણથી વર્તમાન ફેરફાર દેશની અર્થતંત્ર માટે સોનાના દિવસોનું પ્રભાત બની રહ્યું છે. અર્થતંત્રની ફૂલ ગુલાબી તેજી પાછળ ઘરેલું ઉત્પાદનમાં વૃદ્ધિના લાંબાગાળાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટેની નીતિએ આર્થિક ખોટ સરભર કરવા માટેની રણનીતિ બનાવવા માટે ઉજળા સંજોગો ઉભા કર્યા છે.

અર્થતંત્રની પુરપાટ ગતિને ધ્યાને લઈ રિઝર્વ બેંકે નવી નીતિ ઘડવા માટેની મુશ્કેલીઓ હળવી થઈ હોવાનો અનુભવ કર્યો છે. કોવિડ-૧૯ કટોકટીમાંથી ઉગરવામાં આરબીઆઈએ કમરકસી છે. આરબીઆઈની એક નિર્દીષ્ટ યાદીમાં વિલીયમ સેક્સપિયરની એક પંક્તિ ટાંકીને કહ્યું કહ્યું છે કે, અત્યારની પરિસ્થિતિ અને અર્થતંત્રને મજબૂત બનાવવાની સ્થિતિ નિર્દેશ કરે છે અને અર્થતંત્રની રિકવરી શિયાળાની ટાઢને પણ હુંફાળુ બનાવી દેશે. જાન્યુઆરી ૨૧થી જુલાઈ ૨૦૨૧ સુધીમાં અર્થતંત્રની તેજી અને તહેવારોની સીઝનોમાં વૃદ્ધિદર વધુ વેગ પકડશે અને બજારમાંથી મંદી દૂર થશે. વિકાસદરની વૃદ્ધિ માટે રાજકોષીય ખાદ્યના ૧૦ ટકાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ લક્ષ્ય પ્રથમ અને બીજા ત્રિમાસીક તબક્કામાં સાકાર થઈ જશે. આરબીઆઈ, દવા, ફાર્માસ્યુટીકલ, કૃષિ પેદાશો, લોખંડ સહિતની જણસમાં વિદેશ વેપારની વૃદ્ધિના કારણે ભારત અગાઉથી જ મજબૂત પરિસ્થિતિ ધરાવે છે. બીજી તરફ અર્થતંત્રને વેગવાન બનાવવા માટે દુનિયામાં અત્યારે વેંચાઈ રહેલી કોરોનાની રસીમાં ૬૦ ટકા જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. આ ઉપરાંત દવાઓ અને મેડિકલ સાધનોમાં પણ સરકારની પ્રોડકશન લીંક ઈન્સેન્ટીવ એટલે કે ઉત્પાદનલક્ષી પ્રોત્સાહનના કારણે નિકાસમાં વૃદ્ધિ થશે. આરબીઆઈના વરિષ્ઠ અગ્રણી નીતિ વિષજ્ઞ બાલચંદ્ર નાયરે વિશ્ર્વાસ વ્યકત કરતા જણાવ્યું છે કે, મને લાગે છે કે, આ સમય દરમિયાન કેટલાક આકરા વેપારી નિયમોના અમલીકરણથી અર્થ વ્યવસ્થાને દુરસ્ત થવામાં મદદ મળશે. અર્થતંત્રની પુરપાટ ગતિ રિઝર્વ બેંકને નીતિ ઘડવામાં ઘણી સરળતા કરાવી દેશે.

Loading...