Abtak Media Google News

પાડોશી શખ્સે ઘરમાં ઘુસી મોઢે ડુચો દઈ આચર્યું કૃત્ય

દેવભૂમિ ‘દ્વારકા’ જિલ્લાનાં ભાણવડ તાલુકાના રોઝડા ગામે સગીરાને મોઢે ડુચો આપી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર પાડોશી શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ નજીક આવેલા રોઝડા ગામે રહેતી સગીરા પોતાની ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતો જયેશ સતરા ભાદરવાડા નામનો શખ્સ ઘરમાં ઘુસી મોઢે ડુચો દઈ બળજબરીથી દુષ્કર્મ આચરી અને કોઈને કહીશ તોતારા બંને ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની ભોગ બનનારી માતાએ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવ્યું હતુ. પોલીસે જયેશ નામના શખ્સ સામે પ્રોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા પીઆઈ એન.એમ. પંડયા સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.