ગુરૂવારથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટ શરૂ થશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતનાં પગલે ગુરૂવારથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટ શરૂ થશે. ગુરૂવારથી સ્પાઈસ જેટની ફ્લાઈટ સવારે 8 વાગ્યે મુંબઈથી રાજકોટ આવશે અને સવારે 8.30 વાગ્યે રાજકોટથી મુંબઈ પરત ફરશે.

મહત્વનું છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉડ્ડીયન મંત્રી ન્યુ દિલ્હીને પત્ર લખ્યો હતો.

રાજકોટમાં એક પણ ફ્લાઇટને મંજૂરી ન આપતા રોષ વ્યક્ત કર્યો હતો. ફ્લાઇટ ન આપતા સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગો પર અસર થઇ રહી હતી. સૌરાષ્ટ્રના લોકો રાજકોટથી દેશ અને વિદેશમાં જાય છે. આથી રાજકોટમાં ફ્લાઇટ આપવા માટે રજૂઆત કરી હતી.

Loading...