રાજકોટ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી ફલાઈટનું સ્વાગત કરતું રાજકોટ ચેમ્બર

133

સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં

આગામી ૨૭મી થી સ્પાઈસ જેટ દ્વારા શરૂ નાર ફલાઈટનું બુકિંગ શરૂ

રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તા પ્રજાજનોની મુશ્કેલીઓ તા દિન-પ્રતિદિન રાજકોટ-મુંબઈ તથા દિલ્હી શહેરો વચ્ચે મુસાફરોની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં આ બંન્ને શહેરો વચ્ચે એરલાઈન્સ સેવા તુરંત શરૂ કરવા સરકાર તેમજ રાજ્ય સરકાર સમક્ષ અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. રાજકોટ ચેમ્બરના આગ પ્રયત્નો તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયાના મળેલ અવિરત સહકારી એર ઈન્ડિયા દ્વારા રાજકોટ-મુંબઈ વચ્ચે ૧૫ ઓકટોબરી રોજીંદાની એક વધારાની ફલાઈટ શરૂ કરવામાં આવેલ છે.

આ ફલાઈટ સવારના ૬:૧૦ આવીને ૬:૪૦ ઉપડશે. આ ફલાઈટના લેન્ડિંગ દરમિયાન સાંસદ મોહનભાઈ કુંડારીયાની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, મંત્રી નૌતમભાઈ બારસીયા તથા કારોબારી સભ્ય વિનોદભાઈ કાછડીયા દ્વારા રાજકોટ એરપોર્ટ ડાયરેકટર તા ફલાઈટના કેપ્ટન સહિત ટીમની સ્વાગત મુલાકાત લેવામાં આવેલ. તેમજ વધુમાં આગામી દિવાળી તહેવારોને ધ્યાને રાખી સ્પાઈસ જેટ દ્વારા તા.૨૭-૧૦-૧૯ થી રાજકોટ-મુંબઈ વચ્ચે ફલાઈટ શરૂ કરવામાં આવનાર છે અને તેનું બુકિંગ પણ હાલ શરૂ કરવામાં આવેલ છે. આમ આ શહેર વચ્ચે ત્રણ ફલાઈટ શરૂ યેલ છે. પરંતુ તે હજુ પણ અપુરતી હોય વધુમાં વધુ ફલાઈટ શરૂ થાય તેવા રાજકોટ ચેમ્બર દ્વારા પ્રયાસો હા ધરવામાં આવી રહ્યાં છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યાદીમાં જણાવેલ છે.

Loading...