Abtak Media Google News

ગેરકાયદેસર પ્રવેશ તેમજ મોટી ફી વસુલી સુવિધાના નામે શુન્ય આપતી સંસ્થાઓ પર સરકારની બાઝ નજર

ભારતના ભવિષ્ય માટે સ્કુલોમાં સુખ-સુવિધા કરતાંસારી શિક્ષણ પઘ્ધતિ અનેગુણવતા ધરાવતા અઘ્યપકો વધુ આવશ્યક છે.

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે સુંદર બિલ્ડીંગો કરતા વિષયોના તજજ્ઞ શિક્ષકો વિઘાર્થીઓને મળવા જોઇએ. જસ્ટીસ એમ આર શાહે સારા શિક્ષકોની જરુરીયાત દર્શાવતા કહ્યું કે, અભ્યાસનો હેતુ વિઘાર્થીઓના હિત માટેનો હોવો જોઇએ નહીંતર શિક્ષણે પણ પાસ થવા માટે પરીક્ષાઓ આપવી પડી શકે છે. ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવસિટીના કેસમાં હાઇકોર્ટે ર યુજીસીને તપાસના આદેશો આવ્યા હતા. કે યુનિવર્સિટીમાં પુરતા પ્રમાણમાં શિક્ષકો

તેમજ સગવળતાઓ છે કે નહીં યુનિવર્સિટીમાં સાયબર સિકયોરીટી એમટેકમાં અભ્યાસ કરતા વિઘાર્થી સંદીપ મુંજયાસારાએ ફરીયાદ કરી હતી કે સંસ્થાના તગડી ફી વસુલ્યા છતાં ફેકલ્ટીના પુરતા પ્રમાણમાં શિક્ષકો નથી. હાઇકોર્ટે જીએફએસયુને એડમીશન કમીટીની મંજુરી વિના જ ટેકનીકલ કોર્ષ માટેના પ્રવેશ અપાવવા અંગે લાલા આંખ કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે પ્રવેશ માટેના કર્યુબર એન જાહેરાતો ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે.

હાઇકોર્ટે અરજદારને કહયું કે તે ફી સ્ટ્રકચર ઉપરાંત એડમીશન પ્રક્રિયા અંગે પણ ફરીયાદ નોંધાવી શકે છે આ રીતે અનેક યુનિવર્સિટીઓ સુવિધાના નામે વિઘાર્થીઓના ખીસ્સા ખંખેરી વળતરના નામે શિક્ષણ આપવામાં પણ સક્ષમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.