Abtak Media Google News

૧૯૮૩માં છેતરપીંડી સહિતની કલમો હેઠળ નોંધાયેલા કેસનો આરોપી જાણકાર સાક્ષીના અભાવે ૩૫ વર્ષથી કોર્ટના ધકકા ખાઈ રહ્યો હોય સુપ્રીમની સીબીઆઈને ફટકાર

જો કોઈ વ્યકિત ૩૫ વર્ષથી કોર્ટના ચુકાદાની રાહ જોતી હોય તો તે સજા બરાબર જ ગણાય છે. સુપ્રિમ કોર્ટે ૧૯૮૩ના એક મામલે નીચલી અદાલતમાં સાક્ષીને ઉપસ્થિત કરવામાં નિષ્ફળ રહેવા પર કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ને આડેહાથ લીધી અને કહ્યું કે કોઈ વ્યકિત માટે ત્રણ દશકાથી પણ વધારે સમય સુધી કોઈ કેસનો સામનો કરવો પડે તે એક સજા બરાબર છે.

સુપ્રિમ કોર્ટે એક મામલામાં સાક્ષીની પુછપરછની અનુમતિ આપવા નિચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખવા સંબંધે કલકતા હાઈકોર્ટના નિર્ણય સામે અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી ન્યાયમૂર્તિ એ.કે. સીકરી અને ન્યાયમૂર્તિ એસ.અબ્દુલે કહ્યું. ભારતમાં એક વ્યકિત માટે ૩૫ વર્ષ સુધી કેસનો સામનો કરવોએ સજા બરાબર છે.

આ ખંડપીઠે તપાસ એજન્સીના વકીલને કહ્યું કે ‘આ ૧૯૮૩નો મામલો છે. અને હાલ ૨૦૧૯ ચાલી રહી છે. આ ૩૫ વર્ષ જૂનો કેસ છે. તમે (સીબીઆઈ) કોર્ટમાં સાક્ષીને લાવી શકયા નહી જોકે સીબીઆઈના વકીલે જણાવ્યું ક્સાક્ષી હસ્તલિપિનો વિશેષજ્ઞ છે. માટે આ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

મહત્વનું છે કે છેતરપીંડી, અપરાધીક ષડયંત્ર ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવા જેવા આરોપોમાં ઓગષ્ટ ૧૯૮૩માં ભારતીય દંડ સંહિતાના પ્રાવધાનો તથા ભ્રષ્ટાચાર નિવારણ કાનૂન અંતર્ગત આ કેસ નોંધાયો હતો.

કલકતાની નીચલી કોર્ટે ડિવે. ૨૦૧૪માં હસ્તલિપિ વિશેષજ્ઞની અભિયોજનાના સાક્ષી રૂપે પૂછપરછની અનૂભૂતિ આપી હતી. જેને આરોપીએ હાઈકોર્ટમાં પડકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.