કાલથી ફરી વડાપ્રધાન ગુજરાતમાં ત્રણ દિવસમાં ૧૨ સભાઓ ગજવશે

narendra modi
narendra modi

ધંધુકા, દાહોદ, નેત્રંગ, સુરત, ભાભર, કલોલ, હિંમતનગર, વટવા, લુણાવાડા, છોટાઉદેપુર, આણંદ અને મહેસાણામાં વડાપ્રધાનની સભાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એક દિવસ આરામ કર્યા બાદ કાલથી ફરી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે. આગામી ત્રણ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અલગ અલગ ૧૨ સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે.

પ્રથમ તબકકામાં આગામી ૭મી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેના માટે ૭મીએ સાંજે પ્રચાર-પડઘમ શાંત થશે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલથી ફરી ગુજરાતમાં જંજાવાતી ચૂંટણી પ્રચાર શ‚ કરી દેશે. કાલે સવારે વડાપ્રધાનનું ગુજરાતમાં આગમન થશે. સવારે ૯:૩૦ કલાકે ધંધુકા ખાતે, ૧૨ કલાકે દાહોદ ખાતે, ૨ કલાકે નેત્રંગ ખાતે અને સાંજે ૬ કલાકે સુરત ખાતે જાહેરસભાને સંબોધશે અને ત્યારબાદ તેઓ ફરી દિલ્હી જવા રવાના થશે. ૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન એક દિવસનો વિરામ લીધા બાદ ફરી ૮મીએ ગુજરાતમાં પ્રચાર અભિયાન શ‚ કરશે. શુક્રવારે સવારે ૧૦ કલાકે ભાભર ખાતે, બપોરે ૧૨:૩૦ કલાકે કલોલ ખાતે, ૨:૩૦ કલાકે હિંમતનગર ખાતે અને સાંજે ૪ કલાકે વટવા ખાતે જાહેરસભાને સંબોધશે. શુક્રવારે રાત્રી રોકાણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં કરશે, ૯મી ડિસેમ્બરના રોજ તેઓ સવારે ૯:૩૦ કલાકે લુણાવાડા ખાતે, ૧૧ કલાકે છોટાઉદેપુર ખાતે, બપોરે ૧ કલાકે આણંદ ખાતે અને બપોરે ૩ કલાકે મહેસાણા ખાતે જાહેરસભાને સંબોધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાત પર હતા. રવિવારે તેઓએ ભ‚ચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં જંગી જાહેરસભાને સંબોધી હતી. જયારે ગઈકાલે વડાપ્રધાને જામનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ આજે સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રચારે છે. તેઓ આજે ભાવનગર અને લીંબડીમાં જાહેરસભાઓ સંબોધશે જયારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી બનાસકાંઠાના વડગામમાં ચૂંટણી સભા ગજવશે. મતદાનની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજયમાં ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે.

Loading...