Abtak Media Google News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે કચ્છની એક દિવસીય મુલાકાતે છે. આણંદથી તેઓ વાયા અમદાવાદ થઈને ભુજ પહોંચશે. મોદી સતાપરના નજીકના ગોવર્ધન પર્વત પાસે જાહેરસભાને સંબોધવા સાથે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. ગુજરાતના પ્રવાસ અંતર્ગત પી.એમ મોદી કચ્છમાં 2 કલાકનું રોકાણ કરશે.

2.15 વાગ્યે ભુજ પહોંચશે પીએમ

મોદીના સત્તાવાર કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી બપોરે આણંદથી બપોરે 2.15 કલાકે ભુજ વિમાની મથકે આવી પહોંચશે. અહી 5 મિનિટના ટુંકા રોકાણ બાદ તેઓ ચોપર મારફત અંજારના સતાપર પહોંચશે. 3 વાગ્યે ગોવર્ધન પર્વત નજીકના સભા સ્થળે પહોંચી આવ્યા બાદ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જંગી જાહેરસભા સંબોધશે.

નરેન્દ્ર મોદી મુન્દ્રા ખાતે નિર્માણ પામેલા 5 એમએમટીપીએ એલએન્ડજી ટર્મિનલ ઉપરાંત અંજારથી મુન્દ્રાને જોડતા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ ઉપરાંત પાલનપુર-પાલી,બાડમેરના ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ તમામ પ્રકલ્પોનું નિર્માણ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, જીએસપીએલ ઇન્ડિયા ગેસનેટ લિમિટેડ અને જીએસપીસી એલએન્ડજી લિમિટેડ દ્વારા કરાયું છે. આ ઉપરાંત ગેટકો હસ્તકના અન્ય કામોને લોકાર્પણમાં આવરી લેવાયા છે. એલએનજી ટર્મિનલની મંજૂર થયેલા પ્રોજેક્ટની કિંમત રૂ. 5041 કરોડ છે, જે ગુજરાતમાં ત્રીજું ઓપરેશનલ એલએનજી ટર્મિનલ હશે. આ ઉપરાંત ગેટકોના 66 કે.વી. ડીસી-પ સબ સ્ટેશન ગાંધીધામ, 66 કે.વી.બંદરા નાના સબ સ્ટેશન, 66 કે.વી.ખારોઇ સબ સ્ટેશન, ભચાઉ તથા નવી ગેટકો વર્તુળ કચેરી, તા. અંજારની લોકાર્પણવિધિ તેમજ 66 કે.વી.રાતાતળાવ(સાપેડા) સબ-સ્ટેશન, અંજારની ભૂમિપૂજનવિધિ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.