Abtak Media Google News

બેઠકોમાં સભ્યોની ગેરહાજરી અને ખોટી રીતે બનેલા સદસ્યો સામે વિવાદનો વંટોળ: તપાસ કમિટીએ ચૂંટણી યોજવાનું જણાવતા આખરે લેવાયો નિર્ણય

રાજકોટ ચેમ્બસ ઓફ કોમર્સમાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખપદ માટે ચાલી રહેલી અફડાતફડીમાં અંતે ગઇકાલે ચેમ્બરની મળેલી મીટીંગમાં આગામી દિવસોમાં ફરીવાર ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કારોબારી બેઠકમાં ર૭ માંથી બે સભ્ય ગેરહાજર રહ્યા હતા.

ગત ચુંટણીમાં ગૌતમ ધમસાણીયા બહુમતિથી પ્રમુખ બન્યા છે. કારોબારી સમિતિના સાત સભ્યો ખોટી રીતે સભ્ય બન્યા હોવાનો વૈષ્ણવ જુથે દાવો કરતાં તપાસ સમીતી નીમાઇ હતી. આ તપાસ સમીતીએ ચુંટણી કરવાનું જણાવતા ગઇકાલની બેઠકમાં ચુંટણી યોજવાનું નકકી કરાયું છે.2 5રાજુભાઇ જુંજા, ગીરીશભાઇ પરમાર, પ્રવિણભાઇ ગજજર, અતુલભાઇ કામાણી, મનસુખભાઇ રામાણી વગેરે સદસ્યોએ વિરોધ કર્યો હતો. મીટીંગ દરમ્યાન વિરોધીઓ હલ્લાબોલ કરી ધસી જતાં બંધ બારણે તાળા મારી મીટીંગ યોજી નાખી હતી.

આ ઉપરાંત હસુભાઇ ભગદેવ, કેશુભાઇ રૈયાણી, દેવેન્દ્રભાઇ પતાણી, પ્રણયભાઇ શાહ, ઉત્સવ દોશી વગેરે સતત ત્રણ બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. જેથી તેઓએ નિયમનું ઉલ્લધન કર્યુ છે. તેમજ મુકેશભાઇ દોશી અને ઉપેનભાઇ મોદી ખોટી રીતે ચેમ્બરના સદસ્ય બન્યા હોય જેને હટાવવા માંગણી કરી હતી.3 4આ અંગેની તપાસ કરવા માટે રમેશભાઇ જસાણી, પરેશભાઇ વસાણી અને રમેશભાઇ ટીલાળાની કમીટી બની હતી. ત્યારે આ કમીટીએચુંટણી યોજવાનું યોગ્ય જણાવતા આગામી દિવસોમાં પ્રમુખપદની ફરીવાર ચુંટણી યોજવાની મીટીંગ જાહેરાત કરવામાં આવી છે.

મામકાવાદ ચાલતો હોય વેપારીઓના હિતમાં અમે વિરોધ કર્યો હતો: રાજુભાઇ જુંજા4 2રાજકોટ ચેમ્બરમાં સર્વે કારોબારી સદસ્યો સામે વિરોધ ઉઠાવનાર રાજુભાઇ જુંજાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચેમ્બરમાં જે રીતે બંધારણ વિરુઘ્ધ ની જે કાર્યવાહી થતી હતી એના વિરુઘ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો અને બંધારણ મુજબ જ ચેમ્બર ચાલવી જોઇએ એવી અમારી માંગણી હતી અને જે સભ્યો ગેરલાયક ઠરતા હતા એ અંગે જે સમીતી બનાવામાં આવી હતી.

સમીતી નિર્ણય ન લઇ શકે તેથી આ ચુંટણી આપવી પડી. આમ તો ખરેખર આ એક બહુ મોટી વાત કહેવાય કે ચેમ્બર ને મઘ્ય ચુંટણી કરવી પડે આ વેપારીઓની આ સંસ્થા છે. વેપારીઓનો હીત માટેની સંસ્થા છે. વેપારીઓના કામ કરતી સંસ્થા છે. છેલ્લા એક મહીનાથી નવી બોડી ચુંટણી હતી પણ અંદરો અંદર ના જે નાના મોટા વાંધા વચકા હતા એને કારણે વેપારીઓના કામ થતાં ન હતા.

બોર્ડ નવેસરથી ચુંટણીનો નિર્ણય લીધો છે. તેનાથી ખરેખર આવક થાય છે. હવે નવા બોર્ડની ચુંટણી આવશે નવા બોર્ડના મેમ્બરો થશે અને વેપારીઓના કાન વ્યવસ્થિત ઉકેલાય તે અમારી લાગણી છે. ખરેખર તો આ એક દુ:ખની બાબત કહેવાય છે આ એક મઘ્યસત્ર ચુંટણી છે. પણ અંદરો અંદર ના જે સભ્યો હતા એના જે કાંઇ નાના મોટા વિવાદ હતા. એ કારોબારી સભ્યો આચકા મામકા વાદ લાવી અને ન લઇ શકયા. અને કારણે ચુંટણી આવી છે. નિર્ણય તેમ રાજુભાઇએ અંતમાં જણાવ્યું હતું.

મને અન્યાય થયો છે, પરંતુ વિવાદને સમાવવા મઘ્યસત્ર ચૂંટણી આપી છે: ગૌતમભાઇ

આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તાજેતરમાં નિમાયેલા પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયાએ મીડીયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ચેમ્બરની એજીએમ માં પ્રશ્ન ઉદભવ્યાતા એ પ્રશ્નો માટે એજીએમમાં ચાર સભ્યોની નિમણુંક કરીતી તે નિમણુંકને આધારે ચાર સભ્યો અને અમે ૩ સાથે મળીને બે મીટીંગો કરી હતી.

આ બે મીટીંગોના નિષ્કર્ષમાં એ ચાર લોકોનું સુચન એવું હતું કે આ થોડા નાના મોટા સાત લોકોનો જે વિવાદ હતો તે એજીએમ માં આવ્યા હતા. પણ જો કોઇને નાના મોટો અન્યાય થાય એવું દેખાઇ રહ્યું છે. તો એના માટે એક અમારો સુજાવ અને એક સ્પષ્ટ અભિપ્રાયએવો છે કે આપ એક મઘ્યસ્થ ચુંટણી લાવો જેથી એમા ચેમ્બર ની પણ ગરીમાં જળવાઇ રહે અને એમાં કોઇને પણ અન્યાય ન થાય એવું અમારું સ્પષ્ટ માનવું છે. હાલની તકે એચ.આર. સભ્યોની જે માંગણી હતી એમાં મને થોડો અન્યાય થતો હોય એવું લાગ્યું કે હું પ્રમુખ તરીકે તાજેતરમાં જ લોક શાહીની ઢબે સ્પષ્ટ બહુમતીથી ચુંટાયેલો હતો.

પરંતુ ચાર સભ્યોની લાગણી એવી હતી કે આપ આટલું જતુ કરશો તો ચેમ્બરમાં વિવાદ પણ સમી જશે અને ચેમ્બરની ગરીમાં અને સંસ્થાનું જે હોય છે અને આવું દેખાઇ રહ્યું છે. તો એ જતું કરો એવી આપ સૌની લાગણી છે ત્યારે જ મેં તરત જ ખેલ દીલી વાપરી અને તે લોકો સાથે હું સંમત થયો હતો અને કારોબારીમાં આ પ્રશ્ન મૂકીશ અને કારોબારીને હું બનતા પ્રયત્નો સર્વસહમતિથી પ્રશ્ન ઉકેલાય એના માટે ખાસ મારો અભિપ્રાય આપ્યો હતો.

અને આજે અમે કારોબારીમાં એવો સર્વ જ્ઞાતિનીથી નિર્ણય કર્યો છે કે ૯૦ દિવસની અંદર અમે ચુંટણી નવી મઘ્યસ્થ ચુંટણી આપી દેશું અને આ માટે જે સભ્યો મત અધિકાર ૧૫-૧૨-૨૦૧૮ સુધીમાં જે લોકો ફી ભરી જશે એ લોકો સર્વેને મત અધિકાર મળશે. અને ૩૦-૯-૨૦૧૮ સુધીમાં જેમને પણ ચેમ્બરના બંધારણ અનુસાર બે વર્ષની ફી ભરે હશે એમને લડતનો પણ મત અધિકાર મળશે તેમ ગૌતમભાઇએ અંતમાં જણાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.