Abtak Media Google News

વિશ્વ નું સૌથી જૂનું સંગઠિત યોગા કેન્દ્ર મુંબઈનું ધ યોગા ઈન્સ્ટિટયૂટ યોગાની ઉત્કૃષ્ટ સેવા મારફતે લાખો લોકોનાં જીવનમાં પરિવર્તનનો પવનફુંકવાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી માટે સજજ છે અને આ પ્રસંગને ભારતનાં સૌથી મોટા વેલનેસ ફેસ્ટિવલ તરીકે ઉજવણી કરશે. આ કાર્યક્રમ મુંબઈમાં બે દિવસ ચાલશે. ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત હશે અને ૨૮ ડિસેમ્બર, શુક્રવારે આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. જેમાં મહારાષ્ટ્રનાં રાજયપાલ સી વિદ્યાસાગર રાવ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસઅને ધ યોગા ઈન્સ્ટિટયૂટ, મુંબઈના ડાયરેકટર ડો.હંસાજી જયદેવ યોગેન્દ્ર ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કેદરરોજ ધ યોગા ઈન્સ્ટિટયુટમાં તાલીમ અને સ્વાસ્થ્ય માટે સલાહ લેવા આશરે ૨૦૦૦ લોકો મુલાકાત લે છે. વર્ષોથી ધ યોગા ઈન્સ્ટિટયૂટે ૧૨૦ દેશોમાં ૫૫,૦૦૦થી વધારે યોગા ટીચર્સને તાલીમ આપીને સર્ટીફીકેશન પણ આપ્યું છે જે લાખો લોકોને કુટુંબને યોગાની મદદ સાથે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા લાખો લોકોને મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.