Abtak Media Google News

પેટ્રોલપંપ માટેનો પરવાનો આંચકી લેવાયા બાદ ગેસ એજન્સી પર નિયંત્રણ રાખવાની ભૂમિકામાંથી પણ પુરવઠા વિભાગને છુટકારો આપવાની સંભાવના: થોડા સમય બાદ પુરવઠા શાખાને મર્જ કરી દેવામાં આવે તો નવાઈ નહીં

પુરવઠા પાસેથી પેટ્રોલપંપ બાદ ગેસ પર નિયંત્રણ રાખવાનો પરવાનો છીનવી લેવાની હિલચાલ ચાલી રહી છે. સમગ્ર સત્તા ગેસ એજન્સીઓને આપવામાં આવે તેવી શકયતાઓ હાલ સેવાઈ રહી છે. હાલ પુરવઠા શાખા પાસે કોઈ ચોકકસ વધારાની કામગીરી ન હોય થોડા સમય બાદ આ શાખાને મર્જ કરી દેવાનો નિર્ણય લેવામાં આવે તો નવાઈ નહીં.

તાજેતરમાં પુરવઠા વિભાગ પાસેથી પેટ્રોલપંપનો પરવાનો આપવાની સત્તા પરત લઈ લેવામાં આવી હતી. આ જ રીતે ગેસ એજન્સી પર નિયંત્રણ રાખવાનો પરવાનો છીનવી લેવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટ્રોલપંપનો પરવાનો પુરવઠા વિભાગ પાસેથી પરત લઈને સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. હાલ ગેસની એજન્સીઓ પર સતત દેખરેખ રાખવાનો પરવાનો પુરવઠા વિભાગ આગળ છે પરંતુ આ સત્તા બહુ લાંબો સમય રહેશે નહીં.

પુરવઠા વિભાગ પાસે કોઈપણ ચોકકસ પ્રકારનું વધુ કામ ન હોવાથી આ વિભાગને મર્જ કરી દેવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે. સરકાર દ્વારા થતી વિવિધ કામગીરી જેવી કે મગફળી ખરીદી, તુવેર ખરીદી સહિતની અન્ય કામગીરીઓમાં પુરવઠા વિભાગની હાલ મદદ લેવામાં આવી રહી છે. અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો સીવાય કોઈને કેરોસીન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ પુરવઠા વિભાગ પાસે વધુ કામગીરી ન હોય સરકાર અન્ય કામગીરીમાં પુરવઠા વિભાગના સ્ટાફને કામે લગાડે છે.

પુરવઠા વિભાગ હાલ રેશનકાર્ડ અને સસ્તા અનાજની કામગીરી કરે છે. આ કામગીરીનો કોઈ બીજો વિકલ્પ શોધી પુરવઠા વિભાગને મર્જ કરી દેવાની મુવમેન્ટ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પુરવઠા વિભાગ પાસે ગેસના પરવાનાની જે સત્તા છે તે આંચકી લઈને ગેસ એજન્સીઓને આપી દેવામાં આવે તેવી હિલચાલ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ થોડા સમય બાદ પુરવઠા વિભાગને મર્જ કરી તેના સ્ટાફને અન્ય જગ્યાએ નિમણૂંક આપવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે. નોંધનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા હાલ ઘણી મહત્વની કામગીરી પણ ચાલુ છે. સસ્તા અનાજનો તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી બરોબર પહોંચે છે, રેશનકાર્ડ ધારકોને બરાબર રીતે માલ મળે છે, દુકાનોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય છે કે નહીં તે તમામ દેખરેખ પુરવઠા વિભાગ દ્વારા રાખવામાં આવે છે.

આ ઉપરાંત રેશનકાર્ડને લગતી તમામ કામગીરી પણ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે.ખરેખર ગેસ કનેકશન સંદર્ભે પુરવઠા વિભાગની કોઈ ચોકકસ ભૂમિકા હોતી નથી પરંતુ ગેસ એજન્સી પર દેખરેખ રાખવાની જવાબદારી પુરવઠા વિભાગને સોંપવામાં આવી છે. આ જવાબદારી થોડા સમયમાં દૂર કરી દેવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.