Abtak Media Google News

યુપીના તમામ ૧૪૬૯ પોલીસ સ્ટેશનોમાં ડિજિટલ વોલ્યુન્ટર્સ બેસાડાશે

ફેક ન્યુઝથી થતી ઘટનાઓનું કાબુમાં લેવા તેમજ સોશિયલ મીડીયા પર ફરતી અફવાઓ પર નિયંત્રણ મેળવવા યુપી પોલીસે ડિજીટલ આર્મી બનાવી છે. ઉત્તરપ્રદેશના જનરલ પોલીસ ઓપી સિંહે જણાવ્યું હતું કે રાજયના તમામ ૧,૪૬૯ પોલીસ સ્ટેશનો પાસે ૨૫૦ શિક્ષકો, રિટાયર્ડ આર્મી મેન, ડોકટર, એડવોકેટ, અને પત્રકારોનું વોટસએપનું ગ્રુપ રહેશે. જે ફેક ન્યુઝ જણાતા તુરંત કાર્યવાહી કરશે અને પોલીસ સ્ટેશનોમાં ડીજીટલ વોલ્યુનટર્સ પણ રાખવામાં આવશે જો સોશીયલ મીડીયા પર ફેલાતા ખોટા સમાચારો અંગે લોકલ પોલીસ સ્ટેશનોના જાણ કરશે આ વોટસએપ ગ્રુપનું નિમાર્ણ દરેક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે ગ્રુપમાં રપ૦ સભ્યો રહેશે જે સોશિયલ મીડીયા પર ફેલાતી અફવાઓની માહીતી પોલીસને આપશે. તમામ ૧૪૬૯ પોલીસ સ્ટેશનોમાં વોટસએપ સાથે સંકળાયેલા ડીજીટલ વોલ્યુન્ટર્સ રહેશે.

મિસ્ટર સિંહે નોંધયું કે સોશિયલ મીડીયા પર થતી બેફામ વાતોથી સમાજમાં દુષણ ફેલાય છે અને લોકો પણ ફોટા, વિડીયો અને મેસેજ દ્વારા અફવાઓ ફેલાવતા હોય છે હવે આ ડીજીટલ આર્મીથી કેન્દ્ર સરકારને ફેડ ન્યુઝ અટકાવવામાં મદદ મળશે રાજય પોલીસના આધારે ડીજીટલ આર્મી બનવા ઇચ્છુકો માટે સરકારી વેબસાઇટ પર એપ્લીકેશન ફોર્મ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.