Abtak Media Google News

અનેક વખત રજૂઆત છતા પરિસ્થિતિ જૈસે થે…; પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલનની ચીમકી

સુત્રાપાડા તાલુકાના ધામળેજ તથા કણજોતર ગામે ૬૬ કે.વી. કણજોતરથી પાવર મળે છે.આ પાવર માટે ગામના આગેવાનો, સરપંચ વગેરેએ અવાર નવાર અનિયમિત લાઈટ બાબતે રજૂઆત કરવા માટે જાય છે તો ઉધ્ધત જવાબ મળે છે. આ બંને ગામોમાં ક્ષારના કારણે વાયર તુટી જાય છે તે રિપેર કરવા માટે પણ રજૂઆત કરેલ તેમ છતા તેઓ યોગ્ય જવાબ આપતા નથી.

વાવાઝોડા દરમ્યાન આજની તારીખ સુધી અનિયમિત લાઈટ આપે . હમણા થોડા દિવસ પહેલા થોડુ ઘણુ રીપેરીંગ કાર્ય કરીને લાઈટ આપેલ છે તેમ છતા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ ન હોવા છતા ઈરાદાપૂર્વક ૬૬ કે.વી. કણજોતરમાંથી લાઈટ બંધ કરી દેવામાં આવે છે.

૬૬ કે.વી. કણજોતરમાંથી ખોટી ખોટી એનસી લઈને આબંને ગામની લાઈટ બંધ કરી દે છે. અને ગામના સરપંચ, આગેવાનોની રજૂઆત પણ સાંભળતા નથી તથા ઓફીસના કર્મચારીઓ પણ ઉધ્ધત જવાબ આપે છે. તા.૧ લી જુલાઈ સુધીમાં આ પ્રશ્ર્ન હલ ન થાય તો બંને ગામનાં તમામ મીટર પીજીવીસીએલની ઓફીસે જમા કરી દેવા અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું લાઈટ વગર માણસો લોટ તથા પાણી વગર તરફડે છે. આ ગામમાં યોગ્ય કરવા ગામલોકોએ મામલતદારને આવેદન આપ્યું  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.