Abtak Media Google News

ઈમરજન્સી સારવાર માટે આવેલા ૧૦ થી વધુ દર્દીઓને સ્ટાફે આઈસીયુ ફૂલ હોવાનું કહ્યું

સતત વિવાદમાં સંપડાયેલી ટજ હોસ્પિટલ બાદ હવે નવી બનેલી અદ્યતન જટઙ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. હાલ દર્દીઓથી આ હોસ્પિટલ ઉભરાઇ ગઇ હોવાથી નવા દર્દીઓને સારવાર નથી મળી રહી.સરકાર દ્વારા ગરીબ લોકોને સારવાર મળે તે માટે હોસ્પિટલની સુવિધા આપવામાં આવે છે. જોકે હોસ્પિટલના કર્મચારીઓ તે સુવિધાને લોકો સુધી પહોંચાડતા નથી. ત્યારે હવે અમદાવાદની જટઙ હોસ્પિટલની નફ્ફટાઈ સામે આવી છે.

જટઙ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં સારવાર માટે આવેલા દર્દીને દાખલ ન કરવા માટે કહેવામાં આવ્યું. ઈંઈઞ ફુલ હોવાનુ કહીને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડે દર્દીને બારોબાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દર્દીના પરિવારજનોએ જબરદસ્તી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન હોસ્પિટલમાં ડોક્ફટર જ હાજર જોવા મળ્યા ન હતા.મહત્વનુ છે કે, તંત્ર દ્વારા નવી વીએસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હાલમાં જુની વીએસ હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા પણ નથી. તો બીજી તરફ હવે નવી બનાવવામા આવેલી જટઙ હોસ્પિટલમાં જગ્યા ન હોવાના બહાના કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. જેના કારણે હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ રહી છે. હાલ જટઙ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે. દર્દીઓ વધતા જટઙ હોસ્પિટલના બેડ પણ ઓછા પડ્યા છે. જટઙ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે કોઇ જગ્યા નથી જેને લઇ ૨૪ કલાકમાં ૧૦થી વધુ દર્દીઓને પરત મોકલી દેવામાં આવ્યા છે. ૧૦ વોર્ડના ૩૦૦ બેડ અને ૧૦૦ ઈંઈઞ બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જેને લઇ દર્દીઓને સારવાર વિના જ પરત જવું પડી રહ્યું છે.કરોડોના ખર્ચે બનાવેલ જટઙ હોસ્પિટલ હાઉસફૂલ થતા દર્દીઓને સારવાર લીધા વગર જ પાછા જવું પડી રહ્યું છે. ૧૦૮માં આવેલ ૧૦થી વધુ દર્દીઓ આઈસીયુ અને ઓપીડી ફૂલ હોવાથી પરત ફર્યા હતા. જટઙ હોસ્પિટલના ૧૦ વોર્ડમાં આવેલ ૩૦૦ બેડ અને આઈસીયુ બેડ ખાલી ના હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે હવે દર્દીઓએ સારવાર લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે અદ્યતન હોસ્પિટલમાં બેડની અછત મામલે સુપ્રિટેન્ડન્ટનું કેહવું છે કે હોસ્પિટલમાં વધુ પડતા દર્દીઓ સારવાર માટે આવતા આ સ્થિતિ સર્જાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.