Abtak Media Google News

જામસાહેબના આગ્રહ મુજબ કંપનીએ 28 એચપીની 7 પેસેન્જર માટેની કાર ખાસ ઓર્ડરથી તૈયાર કરી આપી હતી 

જામસાહેબના ગાડીઓના કાફલામાં રહેતી અને 90 વર્ષે ફરી લગભગ એ જ સ્થિતિમાં જામનગરની મુલાકાતે આવેલી છે વિશ્વમાં બચેલી એકમાત્ર લાન્ચેસ્ટર કંપનીની ગાડીની બ્રિટનના બિર્મિંગહામ સ્થિત “ધ લાન્ચેસ્ટર મોટર કંપની લિમિટેડ” 1931 માં અસ્તિત્વમા આવી હતી અને આ કંપનીએ તેની છેલ્લી કારનું ઉત્પાદન 1955માં કર્યું હતું. બાદમાં આ કંપની 1960થી જગુઆર કાર્સનો હિસ્સો બની ગઈ હતી.

1540માં કચ્છના રાજવી જામ શ્રીરાવલજી દ્વારા સ્થપાયેલું નગર. આ નગર તેના તત્કાલીન પાડોશી રાજ્યો અને મુઘલ સામ્રાજ્ય સાથે સતત સંઘર્ષ ખેડતું રહ્યું. આ લડાઈઓ પૈકીની બે જાણીતી લડાઈ એટલે “મીઠોઈ” અને “ભૂચર મોરી”ની લડાઈઓ જે 1591માં લડવામાં આવી.

Img 20180328 Wa0026 1બ્રિટિશરો દ્વારા લાગુ કરાયેલી “વૉકર સંધિ-1807” સૌ પ્રથમ વખત કાઠિયાવાડના રાજ્યોમાં પેઢીઓ સુધી શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ બની. 22 ફેબ્રુઆરી, 1812થી નવાનગર બ્રિટિશ સંરક્ષણ હેઠળ આવ્યું. કુમાર સાહેબ રણજીતસિંહ, જેમની ગણના વિશ્વના સર્વશ્રેષ્ટ ક્રિકેટર તરીકે થાય છે તેમણે નવાનગર “જામ સાહેબ”તરીકે 1907 થી 1933 સુધી રાજ કર્યું. ‘નવાનગર’ એ દેશનું પહેલું રજવાડું હતું જેણે “ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન”ઉપર 1948માં દેશની આઝાદી બાદ હસ્તાક્ષર કર્યા. 19 જૂન, 1959માં નવાનગરની સરહદોને વિસ્તારવામાં આવી અને તેને ઓખામંડળ સુધી લંબાવવામાં આવ્યું અને ગુજરાતનો જે જિલ્લો 1960માં અસ્તિત્વમાં આવ્યો.

‘જામનગર’ ના રાજવી જામ રણજીતસિંહ ક્રિકેટ અને અન્ય રમતોના શોખીન હતા પરંતુ રણજીતસિંહના મોટર પ્રત્યેના પ્રેમ અંગે બહુ જૂજ લોકોને જાણકારી હશે જામસાહેબના ગાડીઓના કાફલામાં રહેતી અને આજે 90 વર્ષે ફરી લગભગ એ જ સ્થિતિમાં જામનગરની મુલાકાતે આવેલી છે જે જામસાહેબની માનીતી અને વિશ્વની જાણીતી કંપનીની છે વિશ્વમાં બચેલી એકમાત્ર લાન્ચેસ્ટર કંપનીની ગાડીની. બ્રિટનના બિર્મિંગહામ સ્થિત “ધ લાન્ચેસ્ટર મોટર કંપની લિમિટેડ” 1931 માં અસ્તિત્વમા આવી હતી અને આ કંપનીએ તેની છેલ્લી કારનું ઉત્પાદન 1955માં કર્યું હતું.

Img 20180328 Wa0028 1બાદમાં આ કંપની 1960થી જગુઆર કાર્સનો હિસ્સો બની ગઈ.હતી આ “લાન્ચેસ્ટર” કંપનીએ જામસાહેબના આગ્રહ મુજબની મોટરકાર બનાવી આપી હતી. જે હાલ જામનગરમાં પ્રદર્શન અર્થે મુખવામાં આવી છે. વર્ષ 1927માં જામસાહેબ માટે લાન્ચેસ્ટર કંપનીએ 28 એચપીની 7 પેસેન્જર માટેની કાર ખાસ ઓર્ડરથી તૈયાર કરી આપી હતી. હવે સમગ્ર વિશ્વમાં આ કંપનીની આ એકમાત્ર કાર બચી છે.

આ લાન્ચેસ્ટર કારને તે સમયના નવાનગર સ્ટેટની ખાસ 27 નંબરની નંબરપ્લેટ લાગવવામાં આવી હતી. પાંચ વર્ષ સુધી જામ રણજીતસિંહજીની માનીતી રહેલી આ કાર તેમના અવસાન બાદ જામસાહેબ દિગ્વીજયસિંહજીએ વર્ષો સુધી તેમની અંગત કારના કાફલામાં રાખી હતી.

આખરે, બાલાચડી સ્થિત પોલેન્ડના શરણાર્થીઓ પૈકી લેડી મેડમ ગોસીયાને જામસાહેબ દિગ્વીજયસિંહએ આ લાન્ચેસ્ટર કાર ભેટમાં આપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જયારે હિટલરે પોલેન્ડ ઉપર કબ્જો જમાવ્યો હતો ત્યારે પોલિશ સૈનિકોએ તેમની 500 મહિલાઓ અને 200 બાળકોને એક વહાણમાં બેસાડીને કૅપ્ટનને તેને એવી જગ્યાએ લઇ જવાની સૂચના આપી હતી કે જ્યાં આ 700 લોકોને શરણ મળે અને જો તેઓ જીવતા રહે તો તેમને પાછા મળી શકે આ પોલિશ શરણાર્થીઓને રક્ષણ અને જગ્યા આપી હતી જામનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજસિંહે. તેમણે જામનગરથી દૂર ‘બાલાચડી આર્મી સ્કૂલ’માં તેમના રહેવાની જ નહિ ભણવા સહિતની તમામ સુવિધા સતત નવ વર્ષ સુધી આપી હતી.

Img 20180328 Wa0029મજાની વાત તો એ છે કે, આ શરણાર્થી બાળકોમાંથી જ એક બાળક આગળ જતા પોલૅન્ડનો વડાપ્રધાન બને છે અને જામસાહેબનું ઋણ અનોખી રીતે ચૂકવે છે. આજે તમે પોલેન્ડની મુલાકાત લો તો પોલેન્ડની રાજધાની વર્સોમાં કેટલાય એવા સ્થળો જોશો જેના નામ “મહારાજા જામ સાહેબ” ના નામ થી શરુ થાય છે. દિગ્વિજયસિંહજીની ભેંટ બાદ જામનગરથી બહાર ગયેલી આ એકમાત્ર વિશ્વપ્રસિદ્ધ કાર પોલેન્ડ, સ્પેન વિગેરે દેશોમાં વર્ષો સુધી રહી પરંતુ તેના મૂળ પ્રકારમાં કોઇ ફેરફાર થયો નહીં.

વર્ષ 2009માં આ કારને દિલ્હી સ્થિત “મોટરકારર્સ ઓફ ધ રાજ” નામની સંસ્થાના ચેરમેન મદન મોહન યાદવે તેને ખરીદી લીધી. આ સંસ્થાનો મુખ્ય ઉદેશ વિશ્વમાં રહેલી ભારતના રજવાડાઓની હેરિટેજ કાર દેશમાં પરત લાવવાનો રહ્યો છે. વર્ષ 2012માં કાર ખરીદ કર્યા બાદ સ્પેનથી આ કાર ભારત પરત ફરી હતી. કરોડો રૂપિયાના ખર્ચે આ કારની મરામત કરવામાં આવી. આ કારની અંદરનો ભાગ વુડન બેઇઝ હોય છે. કારમાં નવુ વુડ રૂ.40 લાખના ખર્ચે ઇંગ્લેન્ડથી મંગાવી ફીટ કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે 1950ના દાયકામાં બનતી મોંઘીદાટ મોટરકારમાં ત્રણ જ ગેર જોવા મળતા હતા જ્યારે 1927માં બનેલી આ ખાસ પ્રકારની લાન્ચેસ્ટર કારમાં રીર્વસ ગેર સહિત કુલ પાંચ ગેર છે. કારની વિશેષતા એ છે કે, ત્રીજા કે ચોથા ગેરમાં પણ આ કાર સરળતાથી ચાલુ કરી શકાય છે. એક લિટરે 6 કિલોમીટરની એવરેજ આપતી કાર મહત્તમ 70 કિલોમીટરની સ્પિડ પકડી શકે તેવી સુવિધા હોવાનું કારના હાલના મલિક મદન મોહન યાદવે જણાવ્યું હતું. જામનગરમાં 90 વર્ષના લાંબા ગાળા બાદ આ લાન્ચેસ્ટર કાર પરત ફરી છે. હાલના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહે નગરની યુવા પેઢી અને બાળકો તેમના રાજાશાહી સમયનો ભવ્ય ભૂતકાળ નિહાળી શકે તે માટે ખાસ નગરજનો માટે આ કાર તળાવની પાળ ઉપર લોકોના નિર્દેશન માટે રાખી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.