Abtak Media Google News

ખેતીને લગતા પોષક તત્વો ફકત પશુ-પક્ષીઓના ચરકમાં અને તેના મુત્રમાં છે જેનાથી જમીનનું નવ નિર્માણ થાય છે. પાણી સંગ્રહ કરવાં તથા બચાવવા માટે આયોજન કરવું તે આજે ‘અર્થદિન’ નિમીતે સંકલ્પ કરીએ….

આપણા આઝાદ થયા ત્યારે ૯૦ કરોડથી વધુ ગાયો હતી અને પશુ-પક્ષીઓમાં ગીધ, સમડી, કાગડા, કાબર જેવા પ્રભુના સફાઇ કામદાર પક્ષીઓ ખેતી માટે, પર્યાવરણ માટે સ્વચ્છતાનું અભિયાન ચલાવતા હતા અને તેમના ચરક દ્વારા જમીનને ખુબ સારું એવું ખાતર મળી જતુ હતું અને ગાયના, ભેંસના જેવા દરેક દુધાળા પ્રાણીઓ ખેતરમાં અનાજ સિવાયનો વધારાનું નવસર્જન કરે, અને માનવ જીવનને જરુરીયાત એવા નાઇટ્રોજન, ફોસ્કરસ, પોટાશ, મેગેનીઝ, લોહતત્વ, જસત, તાંબુ, બોરોન વિટામીન-બી ૧ર અને જરુરી પોષક તત્વો અને જમીનનો અળસીયા જેવા જીવો આપે જે જમીનના નવનિર્માણમાં સક્રિય છે. અને જમીનને ૩ થી ૪ ફુટ ઉપર નીચે કરતા તેમ હોલનું સર્જન થાય છે જે વરસાદ વખતે પાણીને જમીનની અંદર ઉતારે છે અને પાણીની સપાટીને ઉંચી રાખે છે.

જેના હિસાબે પાણીની સપાટી ઉપર હોવાથી ગરમીનું પ્રમાણ ઘટે છે અને પાકને અને પર્યાવરણને માનવ જાતને શુઘ્ધ પાણી આપે છે. આપણે જોઇએ છીએ કે ફર્ટીલાઇઝર્સ અને પેસ્ટીસાઇડ દવાઓ બનાવવામાં પણ ઓસિકજન અને પાણીનો વપરાશ ખુબ વધુ થાય છે. સાથે સાથે જમીન અને પાણી બગડે છે. જેના હિસાબે રોગોનું પ્રમાણ વઘ્યું છે લોકોને સ્વભાવ પણ ઉગ્ર અને તામશી બન્યો છે આ માટે સરકાર, સામાજીક સંસ્ણાઓ અને ખેડુત મિત્રો સાથે મળીને પાછી આપણે ઋષિ ખેતી તરફ વળે પેસ્ટીસાઇડ અને ફર્ટીલાઇઝર્સનો ઉપયોગ વિવેકાપૂર્ણ કરે અથવા તો ન કરે તો પણ જૈવિક ખેતી દ્વારા હવા, પાણી  અને ખોરાક સુધરશે સાથમાં જ પર્યાવરણ સુધરશે અને માનવ જાત અને પશુ-પક્ષી માટે સારો ખોરાક અને પાણી મળશે.

ગરમી ઘટાડવી હશે તો જમીનના નવનિર્માણ માટે દરેક જીવોનું છાણ, ગોબર, અને ગૌમૂત્ર જમીનને નવસર્જન માટે અર્પણ કરવું પડશે કેમ કે મોટો ખેડુત ભગવાન જ છે અને તેણે જ વન-વગડો પશુઓ દ્વારા નિર્માણ કર્યો છે તેને સાચવવાની જવાબદારી માનવીને આપી હતી પણ આપણે તેનો વિનાશ ન કરીએ તેટલી તકેદારી રાખી અને જીવમાત્રના કલ્યાણ માટે શકય હોય એવો પ્રયત્ન કરીએ તો જ આપણે પશુ-પક્ષી અને પર્યાવરણ અને શુઘ્ધ પાણી મળી શકશે.

આપણે ૧૦ થી પ નુ સ્કુલમાં ભણતા ત્યારે નાસ્તાનો ડબ્બો લઇ જતા ન હતા આજે ૮ થી ૧ર સ્કુલમાં  બે નાસ્તાના ડબ્બા પછી પણ પોષણ કુપોષણ છે. ૪ર વર્ષે ચશ્મા આવતા હતા આજે  ૪ વર્ષના બાળકને ચશ્મા આવે છે ૬ વર્ષના છોકરાને કેન્સર જેવી અન્ય બીમારી થાય છે. ડાયાબીટીશનો ભરડો વધી રહ્યો છે અને અનેક રોગોથી પીડાઇ રહ્યા છે સાથે સાથે વિકાસ જન્મે છે. જે વિકાસ નથી થવા દેતો પણ વિરોધ કરે છે.

આ બધાનું સોલ્યુસન અબોલજીવો અને પ્રાણીમાત્ર પાસે છે કારણ કે તેના દ્વારા જમીન, પર્યાવરણ અને પાણી સુધરશે આપણે જોઇ શકીએ છીએ કે એપ્રિલ-મે ની ગરીમમાં પણ દરેક ઝાડ લીલુછમ્મ છે અને પાનખર જેવી ઋતુમાં પાંદડા ધરતીમાતાને અર્પણ કરીને નવી જમીન બનાવે છે.

કારણ કે તે પોતાના માટે અને ધરતીમાતા માટે પાણીનો સંગ્રહ કરે છે. અને સમયાંતરે વાપરે છે. પાણીના સંગ્રહ માટે શકય હોય તો નદીનો પટ્ટ પહોળો કરવો, ઉંડાઇ વધારવી, ડેમ, ચેકડેમ બનાવવા માટે સોસાયટીઓમાં વરસાદનું પાણી જમીનમાં  ઉતરે તે માટે ખાળ, કુવા કરવા અને સમાજ, દેવમંદિરો, ધર્માદા સંસ્થાઓ અને મોટી કંપનીઓ આ માટે આગળ આવે અને પાણીની બચત કરે તે માટે નમ્ર અરજ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.