Abtak Media Google News

ભણતર વગરનો ભાર!!!

વિદ્યાર્થીઓ રામભરોસે, મોટાભાગની કોલેજોમાં લેકચરના નામે ડીંડક !!!

ગુણવતાયુકત ભણતરના અભાવે કોલેજીયનોની ગેરહાજરીનું પ્રમાણ વઘ્યું !!!

રાજયમાં આવેલ યુનિવર્સિટી અને કોલેજોના રેટિંગ જાહેર કરી દેવાયા છે. જેમાં રાજયની એકમાત્ર સેંટ ઝેવિયર્સ કોલેજ ફાઈવ સ્ટાર મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે એજયુકેશન હબ સૌરાષ્ટ્રમાં કોલેજ રેન્કિંગમાં એકમાત્ર રાજકોટની ક્રાઈસ્ટ કોલેજને ૮માં ક્રમે સ્થાન મળ્યું છે. મોટાભાગની કોલેજોમાં લેકચરના નામે ડીંડક જ ચાલી રહ્યા છે. જયારે વિદ્યાર્થીઓ રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે. ગુણવતાયુકત ભણતરના અભાવે ઘણી ખરી કોલેજોમાં કોલેજીયનોની ગેરહાજરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

વિદ્યાર્થીઓ ભણવાને બદલે બંક વધુ મારે છે તેવું લાગી રહ્યું છે. મોટા ભાગની કોલેજોમાં તેમજ પ્રાઈવેટ કોલેજમાં ઉંચી ફી ઉઘરાવવામાં આવે છે જયારે લેકચર માત્ર બે થી ત્રણ જ લેવાતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રની એકમાત્ર કોલેજ ક્રાઈસ્ટને ૮માં ક્રમે સ્થાન મળ્યું છે. બીજી તરફ દુ:ખની વાત કહેવાય કે સૌરાષ્ટ્રની રેન્કીંગમાં માત્ર ૧ જ કોલેજનો ટોપ-૧૦માં સમાવેશ થાય છે તો એજયુકેશનના હબ ગણાતા સૌરાષ્ટ્રમાં ગુણવતયુકત શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે અને ભણતર વગરનો ભાર કહેવત સાર્થક થાય છે.

મળતી માહિતી મુજબ એમ.એમ.આર.ડી.ના નેશનલ ઈન્સ્ટિયુશનલ રેન્કિંગ ફ્રેમવર્કના ધારાધોરણોના આધારે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિયુશનલ રેટીંગ ફ્રેમવર્કનો પ્રારંભ કરાયો હતો. ગઈકાલે જાહેર કરાયેલા રેટીંગમાં યુનિવર્સિટી કેટેગરીમાં ૫ માંથી ૪ સ્ટાર મેળવનારી ૧૧ યુનિવર્સિટીઓમાં ૪ સરકારી અને ૪ સરકારી સેકટોરલ તેમજ ૩ પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. કોલેજોની વાત કરવામાં આવે તો અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજે ૫ સ્ટાર મેળવી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં રાજકોટની એકમાત્ર ક્રાઈસ્ટ કોલેજે ૮મો ક્રમ મેળવ્યો છે. એજયુકેશનનું હબ ગણાતા સૌરાષ્ટ્રની એકમાત્ર કોલેજે આ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. સૌરાષ્ટ્રમાં નામચિહન કોલેજોને આ રેન્કીંગમાં સ્થાન મળ્યું નથી તો શું ભણતર વગરનો ભાર !!! સુત્ર સાર્થક થાય છે.

NCTE દ્વારા વધુ ત્રણ સરકારી અનુદાનિત બી.એડ.કોલેજો બંધ કરવા નોટિસ

ગઈકાલે મળેલી એનસીટીઈની મીટીંગમાં ગુજરાતની વધુ ત્રણ સરકારી અનુદાનીત બી.એડ.કોલેજોને બંધ કરવા નોટીસ અપાઈ છે. સરકારે બી.એડ.કોલેજોમાં અધ્યાપકો ન ભરતા નવા સત્રથી વધુ ત્રણ કોલેજો બંધ થશે. એક વર્ષથી સરકાર દ્વારા જાહેરાત અપાયા છતાં ભરતીની કાર્યવાહી ન કરાતા ગરીબ, સામાન્ય અને ઉંચા મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ૧૫૦ બેઠકો ઓછી થશે. આગામી નવા સત્રથી સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠ, મહેસાણાની વિવેકાનંદ અને ખરોડ ભરૂચની કોલેજો બંધ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.