જધન્ય કૃત્યના અપરાધીઓને ‘ઉંમર’નો છેદ ઉડાડાશે

57

જુવેનાઇલ એકટમાં ફેરફાર કરીને ગંભીર અપરાધો કરતા ‘સગીરો’ને પુખ્તવયના જેટલી જ સજા કરાવવાનો મોદી સરકારે નિર્ણય કર્યો

દેશમાં સામાજીક અપરાધોનું નિયંત્રણમાં લેવા માટે અંગ્રેજકાળના કાયદાઓને સુધારણાની પ્રક્રિયામાં અતિમહત્વની બની ગઇ છે. તરુણ અપરાધીઓ સામેની કાનુની પ્રક્રિયામાં આમુલ પરિવર્તનની આવશ્યકતા છે ત્યારે ખાસ કરીને જુવેલીયન એકટમાં સુધારો કરીને જ ધન્ય અપરાધોમાં તરુણો સામે પણ પુખ્તોની જેમ દેડનાત્મક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે કાર્યવાહીની મોદી સરકારે પ્રારંભ કર્યો છે.

ભારતીય દંડ સહિતામાં તરુણો સામે કાનુની કાર્યવાહીમાં માનવતાના દ્રષ્ટિ કોણથી અનેક બાંધછોડ અને ભારે સજામાંથી મુકિત આપવામાં આવી છે. જ ધન્ય અપરાધ કર્યો હોવા છતાં તરુણોને માત્ર ઓછી ઉંમરના કારણે સજામાંથી છટકવાની તક મળે છે. દેશમાં ચકચારી નિભર્યા બળાત્કાર હત્યા કાંડમાં પણ એક આરોપીને માત્ર ઓછી ઉંમરને કારણે સરળતાથી મુકિત મળી જવા પામી હતી.

ગૃહમંત્રી અમિત શાહની અઘ્યક્ષતામાં શુક્રવારે મળેલી બેઠકમાં દેશમાં જુવેનાઇલ જસ્ટીસ એકટ-૧૨ અપરાધ ધારામાં જરુરી સુધારા કરી જ ધન્ય અપરાધો આચરનાકા તરુણો સામે પણ સામાન્ય ગુનેહગારોની જેમ કાનુની કાર્યવાહી થઇ શકે તેવા કાયદા પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં કાનુન મંત્રી રવિશંકર પ્રસાદ મહિલા અને બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની વિદેશ બાબતોના મંત્રી એસ. જયશંકર, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની બેઠક માં કાયદાની સુધારણાની ચર્ચા થઇ હતી.

દેશમાં અત્યારે જુવેનાઇલ એકટનો તરુણ અપરાધીઓને કયારેક કયારેક અયોગ્ય ફાયદો થઇ જાય છે. બળાત્કાર, હત્યા, આતંકવાદ, જેવા જ ધન્ય અપરાધોમાં પણ મહત્તમ સાતવરસની સજાની જોગવાઇ છે. ત્યારે કાયદામાં સુધારો કરીને બાળ અપરાધીઓ સામે પણ સામાન્ય અપરાધી જેવી કાયદાકીય પ્રક્રિયા થવી જોઇએ. આ બેઠેકમાં સામેલ મંત્રીઓએ એ વાતની ગંભીર નોંધ લીધી હતી કે સમાજમાં તરૂણો દ્વારા આચરવામાં આવતા ગુનાહીત પ્રમાણ અને યુવા યોજીત કાવતરા  કરી બાલ ગુનેહગારોના અપરાધોની સમાજ માટે ખતરાની ઘટડી વાગી ચૂકી છે. હવે આ પરિસ્થિતિ સામે કાયદાકીય પરિવર્તનની જરુર છે.

દેશમાં જુવેલીયન જસ્ટીસ બોર્ડની કામગીરી ને હવે વધુ સજજડ બનાવવાની જરુર છે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ દિકપ ગુપ્તા અને અનિરુઘ્ધ ઘોષની સંયુકત ખંડપીઠે ગયા મહિને જ હિટ એન્ડ રન કેસમાં સામેલ આરોપી કે જેણે અકસ્માત સર્જી એક વ્યકિતને મોતને ઘાટ ઉતાર્યો હતો. તે આરોપીને પુખ્ત થવા માટેની ઉમરમાં ચાર દિવસ ઘટતા હતા તેની સામે જુવેલીયન ફાયદા મુજબ કાર્યવાહી કેમ થઇ શકે તેવો કોર્ટ સુપ્રિમે ઉઠાવ્યો હતો.

ન્યાયની પરિભાષા અને પ્રક્રિયામાં આરોપી ઓછી ઉમર વારંવાર બાધક બને છે તેની સામે  હવે નવો કાયદો લાવવામાં આવશે.

ન્યાયતંત્ર માટે આરોપીઓની ઉમર કરતાં અપરાધોને ઘ્યાને લઇને સજા આપવી વધુ અનિવાર્ય ગણાય. અનેક કિસ્સાઓમાં જ ધન્ય સજામાંથી બચી જાય છે. અનેક કિસ્સાઓમાં આરોપીઓની ઉમર યોગ્ય ન્યાય માટે બાધક બની જાય છે. ૨૦૧૫ના જુવેનિયલ કાયદામાં સુધારો કરવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને તેની તુટી ઓ દુર કરવાના નિર્દેશો આપ્યા હતા.

૨૦૧૫ના કાયદામાં મહત્તમ સજાની જોગવાઇ સાત વરસની છે જેમાં ત્રણ વર્ષનો વધારો કરવા ની જરુરીયાત પર ભાર મુકયો હતો. એક કિસ્સામાં હત્યાના આરોપી બહાદુરસીંગ ને પુરાવાઓના અભાવે છોડી મુકવામાં આવ્યો હતો. અનેક અપરાધીઓને માત્ર ઓછી ઉંમર હોવાને કારણે મુકિત મળી જાય છે.કાયદાની આ મર્યાદાઓને કારણે સમાજમાં હવે બાળ અપરાધીઓને મોકળુ મેદાન મળી ગયું હોય અને ગંભીર ગુનાઓ માં પુષ્ટીન બનેલા આરોપીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે માત્ર ક્ષણિક પ્રવૃતિઓના બદલે હવે બાળ અપરાધીઓ પણ હવે રીઢા ગુનેગારોની જેમ ગુના આચરતા થયા છે.

હાલમાં જુવેનાઇલ એકટમાં કયાં પ્રકારની જોગવાઇ છે?

જુવેનાઇલ એકટમાં સગીર અપરાધી સામેની કાર્યવાહી કંઇ રીતે ચલાવવી તે અંગે કાયદાકીય જોગવાઇમાં ૨૦૧૨માં સુધારો કરવામાં આવ્યો છે. ૧૮ વર્ષથી ઓછી ઉમરના બાળ આરોપી સામે ટ્રાયલ ચલાવવામાં આવતી ન હતી. પરંતુ બાળ આરોપીઓ કાયદાની મર્યાદાનો લાભ ઉઠાવતા હોય તેમ વારંવાર ગુના આચરતા હોવાથી ૨૦૧૨માં બાળ આરોપી ૧૬ થી ૧૮ વર્ષનો હોય ત્યારે તેની સામે બાળ અદાલતમા ટ્રાયલ અલાવી અને તેને ખાસ સુધારા ગૃહ હવાલે કરવા અંગેનો કરાયો છે.

Loading...