Abtak Media Google News

વાતાવરણમાં પલટાથી શિયાળુ પાકને નુકશાન: ઠંડીમાં વધારો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગઇકાલથી વાતાવરણમાં ઓચિંતો પલટો આવી ગયું હતો. રાજકોટમાં વરસાદના છાંટા પડયા હતા. દરમિયાન આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો સરી રહ્યો હતો. વાદળ છાંયા વાતાવરણનાં કારણે ઠંડીનું જોર વઘ્યું હતું. વાતાવરણ પલટાતા શિયાળુ પાકને નુકશાન પહોંચી છે.

ચાલુ વર્ષે શિયાળાની સીઝનને વાતાવરણના પલટાએ અનેકવાર ડિસ્ટર્બ કર્યુ છે. જેના કારણે શિયાળો જામતો નથી માંડ ઠંડી પડવાની શરુઆત થાય ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસરના કારણે શિયાળો અવરોવાય છે. સોમવારથી ફરી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. વાદળ છાંયા વાતાવરણના કારણે ઠંડીનું જોર વઘ્યું છે. તો બીજી તરફ શિયાળુ પાકને પણ નુકશાની પહોંચી છે ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદી છાંટા પડયા હતા. દિવસભર ધાબડિયું વાતાવરણ રહેવા પામ્યું હતું. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ધ્રાબડિયુ વાતાવરણ રહેશે તેવી સંભાવના વ્યકત કરી હતી.

દરમિયાન આજે સતત બીજી દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યું હતું. વાદળછાંયા વાતાવરણના કારણે આજે પણ સુર્યનારાયણની ગેરહાજરી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતો હતો. આવતીકાલે પણ વાદળછાંયુ વાતાવરણ રહે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. શિયાળાની સીઝન બરાબર ન જામતા ખેડુતોની માઠી બેઠી છે. શિયાળુ પાકને ખુબ જ નુકશાની પહોંચી છે વારંવાર વેસ્ટર્ન ડિબબેન્સના કારણે શિયાળો અવરોધમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.