Abtak Media Google News

સિવિલ એન્જીનીયરીંગ બિલ્ડીંગ, ડિઝાઇન અને કનટ્રકશન પુરતુ સિમીત નથી

સ્ટ્રકચરલ ક્ન્સ્લટન્ટ સુનિલભાઇ ગાંધી, માર્ગ અને મકાન વિભાગના નિવૃત ઇજનેર બાબુભાઇ હરસોડા તથા વી.વી.પી. ઇજનેરી કોલેજના આચાર્ય ડો.જયેશભાઇ દેશકર સહિતનાએ સિવિલ અન્જીનીયરીંગનું મહત્વ સમજાવ્યું

બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટશન, એન્વયારમેન્ટ વગેરે અનેક ક્ષેત્રોમાં સીવીલ એન્જીનીગરીંગની વિશાળ માંગથ, સ્ટ્રકચરલ ક્ન્સ્લટન્ટ સુનીલભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં આવતા ૧૦ વર્ષમાં ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે સરકારનું અને પ્રાઇવેટ સેકટરનું અબજો રૂપિયાનું રોકાણ થઇ રહ્યું હોવાથી સીવીલ એન્જીનીરીંગની ખુબ જ જરુરીયાત રહેશે એન્જીનીયરીંગની કોર બ્રાંચમાં સીવીલ એન્જીનીયરીંગની જરૂરીયાત વધતી જવાની છે.

સીવીલ એન્જીનીયરીંગ એટલે બિલ્ડીંગ, ડીઝાઇનઅને ક્ધસ્ટ્રકશન પુરતુ સિમીટ નથી પરંતુ તેની આગળ ટ્રાન્સપોટેશન, એન્જીનીયરીંગ, એન્વાયરયમેન્ટલ એન્જીનીયરીંગ, સોઇલ એન્જીનીયરીંગ, વોટર રીસોર્સ એન્જીનીયરીંગ, બ્રીજ એન્જીનીયરીંગ, ફાયર પ્રોટે કશન અને બીજા હેવી સીવીલ એન્જીનીયરીંગ  જેવા કે ટનલ એન્જીનિયરીંગ વગેરેમાં પ્રગતિનો ઘણો સ્કોપ છે. તાજેતરમાં દાખોલો અટલ નલ ક્ધસટ્રકશન રોહતાંગ હિમાચલ પ્રદેશ એ દુનિયાની લાંબામાં લાંબી હાઇવેટલન છે. બાંદ્રા વરલી સી-લીક બ્રીજએ પણ ઉત્તમ બીજ એન્જીનીયરીંગનું ઉદાહરણ છે.

સીવીલ એન્જીનીયરીંગમાં નોકરીની તકો ૧૧ ટકા વૃઘ્ધિના દરે આવતા ૧૦ વર્ષમાં રહેશે. હાલના જૂના અને હયાત ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટસને નવી ટેકનોલોજી પ્રમાણે  અપગ્રેડ કરવાની જરુરીયાત રહેશે. જેને માટે પણ સીવીલ એન્જીનીયર્સની ભવિષ્યમાં જરુરીયાત રહેશે.

સીવીલ એન્જીનીયરીંગનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારી એન્જીનીયરીંગ કોલેજ જેમાં કે સીવીલ એન્જીનીયરીંગનુ થીયરી, પ્રેકટીકલ, વર્કશોપ, લેબોરેટરી વિગેરેની સવલત હોય તેમ પસંદ કરીને અભ્યાસ કરવાની સલાહ છે.

સરકારી અને પ્રાઇવેટ તેમજ કોર્પોરેટ ક્ષેત્ર માટે વિશાળ તક ક્ધસલ્ટનટ અને નિવૃત ઇજનેર માર્ગ મકાન વિભાગ બાબુભાઇ હરસોડા જણાવે છે કે મારા ૪૦ વર્ષના સીવીલ અને સ્ટ્રકચરલ એન્જીનીયરીંગના વિવિધ ક્ષેત્રોના અનુભવોને આધારે એટલું ચોકકસ કહી શકુ કે આગામી યુગ સીવીલ એન્જીનીયરીંગ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીની ક્રાંતિનો યુગ છે. સીવીલ એન્જીનીયરીંગનું ક્ષેત્ર ખુબજ વિશાળ છે અને તેમાં ઇજનેરી સંશોધનોની પણ ખુબ જ મોટી તકો રહેલી છે. રસ્તાઓ, મકાનો અને પુલો ક્ષેત્રો આધુનિક ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે.

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય ડો. જયેશ દેશકર જણાવે છે કે એક દેશ તરીકે ખાસ કરીને જયારે ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત કરીએ ત્યારે આપણે પહેલા કરતાં વધુ ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. ભારત જેવા વિકાસશીલ દેશોમાં વિશાળ માળખાગત આવશ્યકતાઓ જેવી કે હાઇવે રોડ અને રેલવે નેટવર્ક પાણી પુરવઠા વ્યવસ્થા, આવાસ યોજના, ડેમ, પુલ, એરપોર્ટ, મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ મકાનો નહેરો વગેરેની જરુરીયાત રહેલી છે. આ તમામ ક્ષેત્રમાં વિકાસની યોજના બનાવવા ટકાઉ વિકાસની ખાતરી કરવા માટે દેશને કુશળ સીવીલ ઇજનેરોની જરુર પડનાર છે.

સીવીલ એન્જીનીયરીંગ ઉઘોગ ૨૦૨૫ સુધીમાં ૧૧.૭૨ ટ્રીલીયન ડોલરની સપાટીએ પહોચવાની ધારણા છે. આ એન્જીનીયરીંગ શિસ્તના આવા ઝડપી વિકાસ માટેનું એક મુખ્ય કારણ વસ્તી અને શહેરીકરણનો વધારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.