Abtak Media Google News

બરોડાની ટ્રાન્સપોર્ટ કંપનીએ સૌપ્રથમ ડિસ્ટ્રીક્ટ  ક્ધઝયુમર ફોરમ અને ત્યારબાદ સ્ટેટ ક્ધઝયુમર કમિશનમાં ફરિયાદ કરેલી, પરંતુ ત્યાંથી રિજેક્શન આવ્યું હતું

ધ નેશનલ ક્ધઝયુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશને એક કેસની સુનાવણી બાદ ચુકાદો આપ્યો છે કે અગર ડ્રાઈવર પોતાના માલિકનું વાહન ચોરી જાય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર છે.

મામલો એવો છે કે એક વીમાધારક ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક તેનો ડ્રાઈવર ચોરીને નાસી ગયો હતો. ટ્રાન્સપોર્ટ કંપનીએ ઓરીયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાં કલેઈમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ એમ કહીને કલેઈમ નાપાસ કર્યો હતો કે ટ્રક તમે (ટ્રાન્સપોર્ટ કંપનીએ) નિમેલો નોકરીએ રાખેલો ડ્રાઈવર ચોરી ગયો છે. વડોદરા સ્થિત વીમાદાર બી.એન. શેઠીએ નેશનલ ક્ધઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશનમાં ઘા નાખી હતી. ત્યારબાદ કમિશને સુનાવણી હાથ ધરી હતી. અને ચુકાદો આપ્યો હતો કે વાહન તો ચોરાયું છે, ચાહે ચોરી ડ્રાઈવરે કરી અગર અન્ય કોઈએ. વીમાદારે નુકશાની તો ઉઠાવવી પડી છે. ને તેથી તેનું વળતર વીમા કંપનીએ જ ચૂકવવાનું થાય છે.

વીમાદારે ડિસ્ટ્રિકટ ક્ધઝયુમર ફોરમ અને સ્ટેટ ક્ધઝયુમર કમિશનમાં ફરિયાદ કરેલી પણ ત્યાંથી રીજેકશન આવ્યું હતુ આથી તેમણે નેશનલ ક્ધઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશનને રાવ કરી હતી જયાં અંતે તેમને ન્યાય મળ્યો છે.

આ મામલો એવો હતો કે વીમાદારે ૨૦૧૦માં ડ્રાઈવરને ટ્રક લઈને વર્ધી માટે બરોડા જીઆઈડીસીમાં મોકલ્યો હતો. પરંતુ ‘ચોર’ ડ્રાઈવર ટ્રક લઈને પરત જ ફર્યો ન હતો. જેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.