Abtak Media Google News

અર્જુનની ગર્લફ્રેન્ડનો ભાઈ ડ્રગ્સ કેસમાં પોલીસ કસ્ટડીમાં

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અર્જુન રામપાલના ઘરની તપાસ કરી છે. મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પહેલાં ગઈઇએ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાડવાલાના ઘરે રવિવારે રેડ પાડી હતી અને ૧૦ ગ્રામ ગાંજો અને ૩ ફોન જપ્ત કર્યા છે. ફિરોઝની પત્નીની ધરપકડ પણ કરવામાં આવી છે અને ફિરોઝને સમન્સ મોકલવામાં આવ્યું છે.

સુશાંત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે ગઈઇ સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. ગઈઇ અનુસાર ૩૦ વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે. તે મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા. જ્યારે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળ્યા બાદ બહાર આવી છે. રિયાનો ભાઈ હજુ પણ જેલમાં જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.