Abtak Media Google News

યુવતીના કાકાએ ઠપકો દીધા હોવા છતાં હેરાન કરતો હોવાથી ઢીમઢાળી દીધુ

મોરબીના રવાપર રોડ પર રાવળદેવ યુવાનની ગતમોડી રાતે છેડતીના પ્રશ્ર્ને યુવતીના કાકાએ છરીથી હુમલો કરી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પોલીસે હત્યા કરી ફરાર યુવતીના કાકાની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર કાલીકા પ્લોટમાં રહેતા રાહુલ અશ્ર્વિન ભોજક નામના ૨૦ વર્ષના રાવળદેવ યુવાન રવાપર રોડ પર બાઇક પર પસાર થતો હતો ત્યારે તેના પર અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરતા તેને લોહીલુહાણ હાલતમાં મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં લાવતા તેનું મોત નીપજ્યું હતું.

રાહુલ ભોજકની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પી.એસ.આઇ. પટેલ સહિતના સ્ટાફે રાતે જ દોડધામ શરૂ કરતા મૃતક રાહુલ ભોજક અવાર નવાર પ્રેમ નામના શખ્સની પિતરાઇ બહેનની છેડતી કરતો હોવાથી તેને ઠપકો દીધો હતો તેમ છતાં તે પજવણી કરતો હોવાથી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે પ્રેમ નામના શખ્સની શોધકોળ હાથધરી છે.

મૃતક રાહુલ ભોજક ત્રણ ભાઇમાં મોટો હોવાનું અને જય ગણેશ સિરામિકમાં કામ કરે છે જ્યારે તેના પિતા અશ્ર્વિનભાઇ ભોજક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.