Abtak Media Google News

તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ  કરી દવાનો છંટકાવ કરી ફેલાયેલા રોગચાળાને કાબુ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વોર્ડ નંબર એકમાં આવેલા મહેશ્વરી કોલોની પાસે વરસાદી પાણી છેલ્લા ઘણા લાંબા સમયથી ભરાઈ રહેતા વેપારી વર્ગમાં આ પાણીને લઈને ભારે માંદગી અને રોગચાળો ફેલાયો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર રજૂઆત કરવા છતાં પણ વઢવાણ નગરપાલિકા દ્વારા ભરાયેલા વરસાદી પાણી અને નિકાલ કરવામાં સંદતર પણ એ નિષ્ફળ હોવાનું શંકરલાલ મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આ જ વિસ્તારમાં વેપારીઓની આજુબાજુમાં સોસાયટીઓનું રહેણાક આવેલું છે ત્યારે આ ભરાયેલા પાણીના કારણે હાલમાં દુર્ગંધ યુક્ત પાણી બની ગયું છે ક્યારે આ પાણીને લઈને મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ થયો છે ત્યારે વોર્ડ નંબર ૧ ના રહી સાથે આવી ભરાયેલી પાણી દેખાડો ને લઈને ભારે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વઢવાણ નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ નો પણ અભાવ રહેલો છે ત્યારે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જેના નિકાલ કરવામાં વઢવાણ નગરપાલિકા સંગત આપણે નિષ્ફળ હોવાનું આ વિસ્તારના લોકો પણ જણાવી રહ્યા છે ત્યારે હા પાણીને લઈને ઘરે ઘરે તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે આ મહેશ્વરી સોસાયટી તેમજ આજુબાજુના રહેવાસીઓ દ્વારા આ પાણીનો નિકાલ કરી તાત્કાલિક અસરે દવાનો છટકાવ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર એકમાં અવારનવાર રજૂઆતો છતાં ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે આ વિસ્તારના લોકો વઢવાણ નગરપાલિકા થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વોર્ડ નંબર એકમાં તાત્કાલિક અસરે ભરાયેલી પાણીની ખાડો નિકાલ કરવા માટે અને દવાનો છંટકાવ કરીને ફેલાયેલા રોગચાળા ને કાબૂમાં કરવા માટે વઢવાણ નગરપાલિકા જાગૃત બને એવી માંગ આ વિસ્તારના વેપારીઓ દ્વારા કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.