Abtak Media Google News

જૂનાગઢની નોબલ એન્જી. ઈન્સ્ટિટયુટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબનું પ્રવચન યોજાયું

સંત એ જ હોય જે સર્વને સતના માર્ગે વાળે. એવા જ સંતત્વને સિદ્ધ કરનારા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનું નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના વિર્દ્યાીઓને માર્ગદર્શન મળ્યું હતું. વિર્દ્યાીઓને લાઈફના વિવિધ તબક્કાઓમાં ઉપયોગી થાય તેવા પોઈન્ટસ આપતાં જણાવ્યું કે, જે સવારે ઉઠતાં તમારી સામે ચેલેન્જ આવે તો તેને સફળતાનો કારણ માનવું કેમકે શક્તિ અને ક્ષમતાઓ અનુકૂળતામાં નહીં પરંતુ પ્રતિકૂળતામાં ખીલતી હોય છે. સુખ વ્યક્તિની કેપેસીટીને ડાઉન કરે જ્યારે દુ:ખ કેપેસીટીને ડેવેલપ કરે. બનાવેલા રસ્તા ઉપર તો સહુ કોઈ ચાલી શકે પરંતુ જેને રસ્તો બનાવતાં આવડે તે જ અસામાન્ય સફળતાના સ્વામી બને છે. બીજાનું જોઈ બળવું નહીં, પોતાનું નબળું ગણવું નહીં. સુખમાં હસતો રહે તે સામાન્ય માણસ હોય અને દુ:ખમાં હસતો રહે તે શ્રેષ્ઠ હોય છે.

વિર્દ્યાીઓના ગુણોનો વિકાસ માટે ધ્યાન દ્વારા મન અને મંત્ર જ્યારે એક થાય ત્યારે સદગુણોનો વિકાસ કેવી રીતે થાય તેનો પ્રેક્ટીકલ પ્રયોગ કરાવ્યાં બાદ ઈસ કાન સે ઉસ કાન… ચહેરે પે મુસ્કાનનો મંત્ર આપ્યો હતો.

સંબંધો અને લાગણીઓમાં અટવાતા યુવા વર્ગને સમજાવ્યું કે લાગણીની બોટલ પર હંમેશી એક્શપાઈરી ડેટ લેખેલી હોય છે. એક્શપાઈરી ડેટ વાળી દવા લેવાી પોઝીટીવ રીઝલ્ટને બદલે નેગેટીવ રીએક્શન આવે છે. જે ડીમાન્ડ કરે છે એની રીમાન્ડ લેવાય છે. આજના એજ્યુકેશનની સાથે વિઝન ઓપન થવું પણ અત્યંત જરૂરી છે. બહારી જે અંદર જાય તે નોલેજ પરંતુ અંદરી બહાર પ્રગટે તે વિઝન હોય છે.

જૂનાગઢના બીલખા રોડ પર સ્થિત જેમનું નામ પ્રભુના નામ સાથે જોડાઈ ગયું એવા ભક્ત નરસિંહ મહેતાના નામ ધરાવતી યુનિવર્સિટીના વિધ્યાર્થી ઓને હકારત્મકતાના પાઠ ભણાવતા રાષ્ટ્રસંત પૂજ્યશ્રી એ જણાવ્યું કે જયારે  યુવા શક્તિ અને  પ્રભુ શક્તિનું એકીકરણ થાય છે ત્યારે રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતા પહેલા વ્યક્તિને સ્વયંને પ્રશ્ન તો હોય કે મરી થશે કે નહીં અને બીજા પણ તેને આગળ વધતા અટકાવતા હોય છે. વ્યક્તિ બહારના બધાનો અવાજ એટલે ગ્રહણ કરી લે છે કે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવાનું ભૂલી જાય છે. અને જ્યાં સુધી વ્યક્તિ પોતાને ની મળતી ત્યાં સુધી કેટલું પણ કરે, તેના અંદરી પોઝિટિવિટી ની આવતી.  ખાડા ગમે એટલા હોય, રસ્તો કેવો પણ હોય પરંતુ જેને જવું હોય તે મંઝિલ સુધી પહોંચે જ છે.

હશે, ચાલશે  માનસિકતા ધરાવતી આજની પેઢીને આગળ માર્ગદર્શન આપતા ફરમાવ્યું કે આવી માનસિકતા ને બદલે હું કરીશ જ એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ. કેટલાક લોકો બીજાના સપોર્ટ પર આધારિત હોય છે, જયારે પોતાના આત્મવિશ્વાસના બળે આગળ વધનારાને સફળતા અવશ્ય મળે છે.  એ સાથે જ વ્યક્તિ એ પોતાના વિચારોને બધા સ્વીકારે તેનો પણ આગ્રહ રાખવો નહીં, કેમ કે પોતાના વિચાર એ પોતાના શૂઝ જેવા હોય છે જે કદાચ પોતાને બેસ્ટ અને પરફેક્ટ લગતા હોય પરંતુ અન્યને ફિટ ના પણ થાય. કોઈ પણ વ્યક્તિ માટે નેગેટિવ થવાનું મુખ્ય કારણ પણ પોતાના વિચારોનો આગ્રહ જ હોય છે. બીજાને વિચારો આપે પરંતુ પોતાના વિચારોનો આગ્રહ ના રાખે તેની ઑરા વહાઇટ થઇ જાય છે અને વહાઈટ ઑરા ધરાવનાર વ્યક્તિ સફળતા મેળવે જ છે.

નાના નાના પ્રોબ્લેમ્સને હેન્ડલ કરવાનુ સમાધાન આપતા પૂજ્યએ સહજ વાણીમાં કહ્યું કે આફતનો પહાડ બરફનો બનેલો હોય છે. કેપેસિટીથી વધારે કોઈની લાઈફમાં પ્રોબ્લેમ્સ આવતા ની અને જેને પ્રોબ્લેમ્સ ની જોયા એને લાઈફને માણી અને જોઈ નથી. માટે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી કે પ્રભુ મને દુ:ખ આપજે અને સાથે એ દુ:ખમાં ટકવાની તાકાત પણ આપજે. દુ:ખોને વેલકમ કરતા જે શીખી જાય એ ક્યારેય નપાસ કે નાસીપાસ થતા નથી.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો. જે.પી.મૈયાણીએ વિધ્યાર્થીઓને આવુ સુંદર માર્ગદર્શન આપવા માટે રાષ્ટ્રસંત પૂજ્યનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.

ગુરુની કૃપા શિષ્યનું કલ્યાણ કરે છે: નમ્રમુનિ

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે જૂનાગઢનાં ભાવિકો જ્ઞાનવાણીમાં ભીંજાયા

જૂનાગઢનાં અનેક ક્ષેત્રોને જ્ઞાનવાણીથી ભાવિત કરનારાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે આજે ઉમિયા સોસાયટી સનકવાસી જૈન ઉપાશ્રયમાં દિવ્યનાદી ઉવસગહરં સ્તોત્રની સાધના બાદ ભાવિકોને પ્રતિબોધતા ફરમાવ્યું કે ધર્મક્ષેત્રમાં સમજણ ગમે તેટલી હોય પરંતું જ્યાં સુધી સમર્પણતા ના હોય ત્યાં સુધી તે સમજ અણસમજ કે ગેરસમજમાં પરિવર્તિત થઈ જાય છે. જેમ જેમ ગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે, તેમ વધારે કંઈ શીખવું ની પડતું, બધું આવડવા  લાગે છે. પરમાત્મા મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીએ પરમાત્માના માત્ર ૩ શબ્દો સાંભળીને સમગ્ર જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું હતું. શબ્દો સાંભળે તે સામાન્ય, અને શબ્દો સમજે તે અસામાન્ય. અને આવી ભવ સાર્થકતાની અસામાન્ય અનુભૂતિ જ્યારે અનન્ય શરણાગતિનો અહેસાસ થાય, ત્યારેજ થતી હોય છે. કેમકે જ્યાં સમર્પણભાવ હોય છે, ત્યાં સદગુણોને આમંત્રણ આપવું ન પડે, પ્રગટી જાય.

અત્યંત પ્રભાવક વાણીમાં ભાવિકોને પ્રેરણા આપતાં કહ્યું કે, પરમાત્મા વિનાના ભવ માટે પ્રબળ અફસોસનો ભાવ હોવો જોઈએ. સવાર પડે અને આંસુનાં બુંદ પડવાં જોઈએ કે મેં એવું શું કર્યું હશે કે પ્રભુ વિનાનો ભવ મળ્યો. જેને પ્રભુ વિયોગનો પસ્તાવો હોય છે તે જ પ્રભુનો ઉપાસક કે શ્રાવક હોય છે.પ્રભુનું સાંનિધ્ય અને કૃપા એવાં મેળવણ સમાન હોય છે, જે સામાન્યને અસામાન્ય બનાવી દે છે.ગુરુની કૃપા શિષ્યનું કલ્યાણ કરે છે. શિષ્યની પાત્રતાને જોઈને જ્યાંરે ગુરૂ પ્રસન્ન થાય છે, ત્યારે શિષ્યને વિપુલ પ્રમાણમાં અર્થ સમૃધ્ધિનો લાભ મળે છે.

અજાણતા પણ ધર્મક્ષેત્રમાં આશાતના ન થાય, તેના માટે પ્રેરણા આપતા પૂજ્યએ આગળ ફરમાવ્યું કે ઉપાશ્રય કે ધર્મ સનક તે મન, વચન, કાયાને મૌન કરવાનું સન છે. માંગલિક તે માત્ર શબ્દો નથી, પરંતુ એવા વાઈબ્રેશન છે જે રાગ-દ્વેષને મંદ કરવાની ક્ષમતા ધરાવે છે. વાતચીત કે ઘોંઘાટી પ્રભુનાં સ્પંદનોની અશાતના થાય છે અને એ જ આશાતના પ્રભુથી આપણને દૂર કરી દે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.