Abtak Media Google News

સમસ્યા ઉકેલ એટલે આપણી મૂંઝવણ, ગૂંચ અથવા અનિશ્ચિતતામાંથી રસ્તો કાઢવાની અથવા શોધવાની પ્રક્રિયા

નિર્ણય લેવાની પ્રક્રિયા અથવા નિર્ણાયકવૃત્તિ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યકિત અથવા એક જુથ ચોકકસ પસંદગીને ઓળખે છે, માહિતી ભેગી કરે છે, પૃથ્થકરણ કરે છે અને તેના દ્વારા મળી આવતા શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે

સમાજમાં બનતી વિવિધ ઘટનાઓમાં તરૂણો અથવા યુવા વર્ગ વધુ જોવા મળે છે. એડોલેશનની મુંઝવણમાં તેને કોઇ ચોકકસ માર્ગદર્શન ન મળતા તે અવળે રસ્તે જાય છે. યુવા વર્ગે “ના પાડતા હવે શીખવું પડશે, જો આ સ્કીલ ડેવલપ થશે તો ઘણી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશે. તદઉપરાંત મોટેથી રાડ પાડતા જો આ વડી જશે તો પણ યુવા વર્ગ મુશ્કેલીમાંથી સાંગોપાંગ બહાર નીકળી શકશે. નિર્ણય શકિતએ એક એવું કૌશલ્ય છે જે યુવા વર્ગના જીવનની ગુણવત્તા વધારે છે. ખાસ કરીને યુવા વર્ગને નાનકડી ઇચ્છા ન સંતોષાય તો પણ તે મોટી સમસ્યામાં આવી જાય છે. સમસ્યા ઉકેલની પ્રક્રિયા જાુદી જાુદી હોય શકે જેમ કે સાવ અજાણ્યા રસ્તે ચાલતા હોય ત્યારે, યુવાનોને યુવાન દ્વારા જ દબાણ થાય ત્યારે જો લાઇફ ડેવલપ ન હોય તો મુશ્કેલી વધી શકે છે.

સમસ્યા ઉકેલ એટલે આપણી મૂંઝવણ, ગૂંચ અથવા અનિશ્ર્વિતતામાંથી રસ્તો કાઢવાની અથવા શોધવાની પ્રક્રિયા, આપણા જીવનમાં ડગલે ને પગલે આવી કોઇક મૂંઝવણો આપણને સતાવતી જ હોય છે. આવી નાનીથી માંડીને મોટી સમસ્યાઓ આપણે કેટલી સરળતાથી, તાણ વગર અને સાધનોના અસરકારક ઉપયોગ દ્વારા ઉમેલી શકીએ છીએ, તેના ઉપર આપણે સફળતાનો આધાર રહેલો હોય છે.

ખાસ કરીને બાળકો માટે તો એક નાનકડી ઇચ્છા, જે સંતોષાય નહીં, તે પણ એક મોટી સમસ્યા હોય છે. જેમ કે પોતાને ગમતું રમકડું ન મળવું. જેમ જેમ બાળક મોટું થતું જાય છે, તેમ તેમ તેની આસપાસના વાતાવરણ પ્રમાણે તેની સમસ્યાઓ, જુદા જુદા રૂપે તેની સામે આવતી જાય છે અને આ કારણે જ, જો બાળપણમાં તેને સમસ્યા ઉકેલનું સાચું કૌશલ્ય વિકસાવવાની તક આપવામાં આવે, તો તે અસરકારક રીતે પોતાની સમસ્યાઓનો જાતે જ હલ શોધી શકે છે. આ રીતે તે સ્વતંત્ર વિચારો વિકસાવીને આત્મવિશ્ર્વાસુ અને આત્મનિર્ભર બને છે. અને બીજાઓને પણ સમસ્યા ઉકેલવામાં મદદ કરી શકે છે.

સમસ્યા ઉકેલની પ્રક્રિયા ઘણી જુદી જુદી રીતે થઇ શકે છે. જેમ કે સાવ અજાણ્યા રસ્તે ચાલીને, ભૂલો કરતાં કરતાં ભૂલોમાંથી જ શીખીને, આપણે નકકી કરેલા ઉકેલ અથવા ઘ્યેય સુધી પહોંચી શકીએ છીએ, દા.ત. ભૂલભૂલામણી અથવા તો પિરામીડ ગોઠવણીની પઝલની માફક આપણે પહેલા ઘ્યેય નકકી કરીને, એક પછી એક નાનાથી માંડીને મોટા ઘ્યેય નકકી કરતાં જઇને સમસ્યાનો હલ લાવીએ છીએ, અથવા તો પહેલેથી જ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ એવી વ્યૂહરચના (જિિંફયિંલુ) અપનાવીએ છીએ. આ તમામ પ્રક્રિયાઓમાં સૌથી જરુરી છે સમસ્યા અંગેના સ્પષ્ટતા દા.ત. કોઇ વિઘાર્થીને માટે સારું પરિણામ લાવવું એ મુખ્ય સમસ્યા હોઇ શકે, પણ ખરેખર તો તેના કારણરૂપ કોઇ બીજી જ સમસ્યા હોય, જેમ કે, ઘ્યાનથી  ન સાંભળવું અથવા બેઘ્યાન પણે અભ્યાસ કરવો. આ બે ઉદાહરણમાં જો વિઘાર્થી

માત્ર વધુ સમય અભ્યાસ કરે તો તેનો દેખાવ સારો નહીં થાય, પણ ઘ્યાયપૂર્વક અભ્યાસ કરશે, તો જ સારું પરિણામ લાવી શકશે. આમ, મૂળભૂત બાબત સમજવા માટે સમસ્યા ઉકેલનું કૌશલ્ય વ્યવસ્થિત રીતે વિકસાવવું જરૂરી બને છે.

આ કૌશલ્ય વિઘાર્થીઓમાં વિકસે, તે માટે શિક્ષકો અને વાલીઓ તેમને મદદરૂપ થઇ શકે, આ માટે તેમણે વિઘાર્થીઓને સમસ્યા ઓળખતાં, તેને સ્પષ્ટ કરતાં, વિકલ્પો વિકસાવતાં, સંજોગો સાથે થોડું ઘણું અનુકૂલન સાધતાં અને સમસ્યાનો હલ શોધતાં શીખવાડવું પડે, વળી, સમસ્યા ઉકેલમાં સૌથી જરુરી એવી સામાન્ય બુઘ્ધિ વિકસાવવામાં પણ મદદ કરવી પડે, જેથી કોઇપણ સમસ્યા તેમને મોટી અથવા ગંભીર ન લાગે, વડીલોએ બાળકોને એ વિશ્ર્વાસ આપવો જરુરી બને છે, કે દરેક સમસ્યાનું સમાધાન શકય હોય છે. આ માટે વડીલો પોતે પણ ઉદાહરણ પુરુ પાડી શકે છે. જેમ કે, કોઇ કોઇ વાલી પોતાની ઓફીસના કામનો બોજો કઇ રીતે હળવો કરવો અથવા તો કઇ રીતે મુશ્કેલ કામ શાંતિપૂર્વક કરવું વગેરેને જાતે અમલમાં મૂકતાં હોય, તો તેમના બાળકો પણ મુશ્કેલ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતાં શીખે જ છે. આમ, નાની-નાની બાબતોની વ્યવસ્થિત છણાવટ અને શાંતિભર્યા વલણને અપનાવવાથી બાળકોમાં સમસ્યા ઉકેલનું કૌશલ્ય અસરકારક  રીતે વિકસાવી શકાય છે.

શિક્ષણનું કામ માત્ર માહિતી પૂરી પાડવાનું જ નહીં, પરંતુ જ્ઞાન આપવાનું છે, અને તેથી જ જયારે શિક્ષકો વિઘાર્થીઓને જ્ઞાનપ્રાપ્તિ માટે જાતે જ આગળ વધતાં શીખવાડે છે, ત્યારે તે જ શિક્ષણ સાચું જીવનકૌશલ્ય શિક્ષણ બની રહે છે.આ રીતે આત્મનિર્ભર બનતાં શીખેલા બાળકો ભવિષ્યમાં એક સાચી સ્વતંત્રતાનું નિર્માણ કરીને સફળતાનો સંદેશ ફેલાવે છે, અને તેમનો ઉતરોતર વિકાસ થતો જ રહે છે.નિર્ણય લેવાની પ્રક્રિયા અથવા નિર્ણાયકવૃત્તિ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા મળી આવતા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી છે. નિર્ણયશકિત એ એક એવું કૌશલ્ય છે જે આપણા જીવન, જીવનની ગુણવત્તા અને આપણી સફળતાની ગુણવત્તાને અસર કરે છે. નિર્ણય લેતી વખતે યોગ્ય સમયે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી, સાધનોનો ઓછામાં ઓછા પ્રયત્ને સારામાં સારો ઉપયોગ જેવી બાબતો વિશે ખાસ વિચારવું જોઇએ.

ખાસ કરીને આજના ઝડપી યુગમાં જયારે વડીલો જ બાળકો વતી નિર્ણય લઇ લેતા હોય છે, ત્યારે તેમનું આવું વલણ બાળકોને માનસિક રીતે પરતંત્ર બનાવી દેતું હોય છે. આથી વિરૂઘ્ધ, જયારે બાળપણથી જ આપણામાં નિર્ણયશકિત વિકસે, તો ભવિષ્યમાં આપણે સ્વતંત્ર વ્યકિતત્વ વિકસાવી શકીએ છીએ. દા.ત. જો બાળકોને ગૃહકાર્ય કરવા માટે શિક્ષકો, વાલીઓ તરફથી દબાણ કરવામાં આવે, તો બાળકોને તે કરવું જરાપણ ગમતું નથી અને તેઓ ગૃહકાર્યને બોજારૂપ માનીને હંમેશા તણાવગ્રસ્ત રહે છે. પણ જો તેમને ગૃહકાર્યની અગત્યતા  શાંતિથી સમજાવવામાં આવે અને જો નિર્ણયશકિતના વિકસેલા કૌશલ્યની મદદથી બાળકો જાતે જ ગૃહકાર્ય કરવાનો નિર્ણય લે, તો પછી તેમને તેમાં કોઇ મુશ્કેલી જણાતી નથી અને તેઓ રસપૂર્વક અભ્યાસ કરી શકે છે.

નિર્ણય લેવાની પ્રક્રિયા સરળથી માંડીને જટિલ નિર્ણયોને આવરી લે છે. અમુક રોજીંદા નિર્ણયો માટે બહુ વિચારવું પડતું નથી, પણ અમુક મોટા નિર્ણયો લેતા પહેલા પરિસ્થિતિની ઝીણવટભરી છણાવટ જરુરી બને છે જેમ કે સમસ્યા અને તેની પાછળના કારણો વિચારવા, વિકલ્પો એક પછી એક વિચારતા જવા, વિકલ્પોનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો અને તેનો અમલ કરવો, બાળકો પણ તેમના નિર્ણયો કરતી વખતે જાણે-અજાણે આવી પ્રક્રિયામાંથી પસાર થતાં જ હોય છે. જેમ કે , પિકનીક જતી વખતે સ્થળ, તારીખ અને જૂથની પસંદગી કરવી તદઉપરાંત બાળકોની નિર્ણયશકિત  ઉપર વિવિધ પરિબળો પણ અસર કરતા હોય છે. જેવાં કે, માતા-પિતાનો સહકાર, માતા-પિતાનું વલણ, ઘરનું વાતાવરણ, શાળાનું વાતાવરણ, મિત્રમંડળમાં થતા સંવાદો અને વ્યવહારો, પોતાનો આત્મવિશ્ર્વાસ અને પોતાના

વિચારો, વિગેરે બાળકોની નિર્ણયશકિતને અસર કરતા આ પરિબળોનો અભ્યાસ કરી, તેને ઘ્યાનમાં રાખીને જ વિઘાર્થીઓને આ કૌશલ્ય વિકસાવવામાં મદદ કરી શકાય, તે સિવાય તેમને સારા સારનો વિવેધ, જવાબદારી, વૈચારિત સ્વતંત્રતા, નિ:સ્વાર્થપણું તથા સહકારની ભાવનાઓ કેળવવા માટે પ્રોત્સાહન આપવું જરુરી છે, આ પ્રોત્સાહન વિવિધ પ્રતિભાવો દ્વારા પણ આપી શકાય, જેમ કે, શિક્ષક વિઘાર્થીના સ્પર્ધામાં ભાગ લેવાના નિર્ણયને વખાણી શકે, જેથી વિઘાર્થી આ પ્રકારના નિર્ણયો વારંવાર લે અથવા તો શિક્ષક-વાલી વિઘાર્થીઓના પરીક્ષામાં દેખાવ અંગે ચર્ચા કરીને, તેના સારા-નરસા પાસા બહાર લાવી શકે, જેથી વિઘાર્થીઓ તેમની આગામી તૈયારીમાં આ પ્રભિાવો ઉપર આધારિત નિર્ણય લઇ શકે. દા.ત. તેઓ વધુ સારા સમયપાલન માટે સમયપત્રક જાતે જ બનાવે.

આ રીતે, વિઘાર્થીઓમાં નિર્ણય શકિત વિકસાવવી અત્યંત અગત્યની છે. આ કૌશલ્ય તેમને વિચારોનું સ્વાતંત્ર્ય, આત્મ વિશ્ર્વાસ, કોઠા સૂઝનો ઉપયોગ અને ઘ્યેયની સ્પષ્ટતા આપે છે, જેની મદદથી તેઓ એક સંતોષભર્યુ જીવન જીવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.