Abtak Media Google News

અભિયન, ડાન્સ અને ગાયન જેવી ત્રિવિધ પ્રતિભા: અભિનેત્રી માલાસિંહા

પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ વખત નામ બદલનાર તે એક માત્ર અભિનેત્રી છે. એમના જમાનાની ફિલ્મમાં તે સૌથી વધુ મોંધી હિરાઇન હતી. નરગિસ, મધુબાલા, મીનાકુમારી અને નુતન જેવી ખ્યાતનામ અભિનેત્રીનો યુગમાં પોતાના અભિયનની તાકાતથી શ્રેષ્ડ ફિલ્મોમાં કામ કર્યુ. ૧૯૫૭માં આવેલી ગુરૂદતની ફિલ્મ ‘પ્યાસા’ થી તેમની કિસ્મત બદલાઇ ગઇ આ ફિલ્મનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે

એલ્ડા સિંહનો જન્મ બંગાળમાં કલકતામાં થયો હતો. તેમના વિચિત્ર નામથી સાથે ભણતા બાળકો ચિડવતા હોવાથી માતાએ માલા નામ રાખ્યું, ફિલ્મ દુનિયામાં માલાસિંહાથી પ્રસિઘ્ધ થઇ હતી. બંગાલી ફિલ્મોમાં બાલ કલાકારના રૂપમાં બેબી સિંહાથી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, તેમણે હિન્દી ફિલ્મો સાથે નેપાળી ફિલ્મોમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યુ, સિનેમા જગતમાં ૧૯૫૦-૧૯૬૦ અને ૧૯૭૦ ના દશકામાં તે ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી બની ગઇ હતી.

ચાર દશકાના ફિલ્મી કેરિયરમાં ગુરૂદત્તની ‘પ્યાસા’ (૧૯૫૭) અને યશ ચોપડાની ધૂલકા ફૂલ (૧૯૫૯) ફિલ્મોથી તેમની પ્રતિમા નિખરી ઉઠી હતી. ફિલ્મ જગતના ચાર દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી પૈકી એક હતી. ૧૯૬૦ના દશકાની તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં અનપઢ, હરિયાલી ઔર રાસ્તા, દિલ તેરા દિવાના, ગુમરાહ, બહુ રાની, જહાં આરા, હિમાલય કી ગોદમે, આંખે, દો કલીયા જેવી હિટ ફિલ્મો હતી. તેમને નેપાળનાં એસ્ટેટ વ્યવસાયી ચિદંબરમ પ્રસાદ લોહાની સાથે લગ્ન કર્યા હતા. તેમનીએક પુત્રી પ્રતિભાસિંહા પણ ઘણી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કમ કર્યુ છે.

માલાસિંહાએ ઉત્તમકુમાર, દેવાનંદ, ધર્મેન્દ્ર, રાજકુમાર, રાજેન્દ્રકુમાર, બિશ્ર્વજીત, કિશોરકુમાર, મનોજકુમાર અને રાજેશ ખન્ના જેવા ખ્યાતનામ હિરો સાથે કામ કર્યુ હતું. તે ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી સૌથી વધુ ફિલ્મી વેતન લેનાર અભિનેત્રી હતી. ૧૯૬૬ થી ૧૯૬૭ તે વૈજયંતિમાલાની સાથે તથા ૧૯૬૮ થી ૭૧ શર્મિલા ટાગોર પછી બીજા સ્થાને તથા ૧૯૭૨-૭૩ માં સાધના નંદાની સાથે ત્રીજા સ્થાન પર મોંધી હિરોઇનની ગણના થતી હતી.માલાસિંહના માતા-પિતા બંગાળ બાદ નેપાળમાં રહેવા લાગ્યા હતા. તેમનું મૂળ નામ એલ્ડા, બાળ કલાકાર તરીકે બેબી નઝમા અને હિન્દી ફિલ્મો અભિનેત્રી તરીકે માલાસિંહા નામ રાખ્યું આમ તે ત્રણ નામ બદલનારી ફિલ્મ જગતની એક માત્ર અભિનેત્રી છે. તેમને નાનપણથી નૃત્ય , ગાયન અને અભિનયનો બહુ જ શોખ હતો, તે ઓલ ઇન્ડિયા રેડિયોની માન્ય ગાયિકા હતી. સ્ટેજ શો ૧૯૪૭ થી ૧૯૭૫ સુધી તેમણે ગીતો ગાયા જો કે ફિલ્મમાં એક પણ ગીતો ગાવાનો મોકો ના મળ્યો.

માલાસિંહાએ બંગાલી ફિલ્મોમાં બાલ કલાકાર તરકે ઘણી ફિલ્મો કરી બાદમાં ૧૯૫૨માં ‘રોશન આરા’ બંગાળી ફિલ્મમાં હિરોઇન તરીકે પ્રથમ ફિલ્મ મુખ્ય પાત્રમાં કરી હતી. આ ફિલ્મ પછી બે ત્રણ ફિલ્મો બાદ મુંબઇ આવીને તેની મુલાકાત બોલીવુડની જાણિતી અભિનેત્રી ગીતા બાલી સાથે થઇ તે તેમણે કેદાર શર્મા સાથે મુલાકાત કરાવી ને ‘બાદશાહ’ ફિલ્મમાં પ્રદિપકુમાર સાથે મુખ્ય નાયિકા તરીકે કામ કર્યુ, બાદમાં એક પૌરાણિક ફિલ્મ કરી પછી હેમલેટ આવી ત્રણ ફિલ્મો સફળ ના રહી પણ માલાસિંહાના અભિનયની નોંધ લેવાય,

૧૯૫૦ના દશકામાં અભિનેતા પ્રદિપકુમાર સાથે ઘણી હિટ ફિલ્મો કરી જેમાં ફેશખ, ડિટેકિટવ, દુનિયાના માને ફિલ્મોમુખ્ય હતી. પ્રદિપકુમાર સાથે કરેલી ફિલ્મો પુરૂષ પ્રધાન હોવાથી તેમની નોંધ ઓછી લેવાય, પણ ૧૯૫૭માં અભિનેતા, નિર્માતા ગુરુદત્તની ફિલ્મ ‘પ્યાસા’ માલાસિંહા માટે માઇલ સ્ટોન સાબિત થઇ હતી. આ ફિલ્મ આજ સુધી ભારતનીય સિનેમા ના ઇતિહાસમાં એક કલાસિક અને માલાસિંહ માટે મહત્વપૂર્ણ સાબિત થઇ હતી.

પ્યાસા ફિલ્મ પછી ફિર સુબહ હોંગી, ઘૂલકા ફૂલ જેવી હિટ ફિલ્મોથી તે બોલીવુડની નંબર વન અભિનેત્રી બની ગઇ, ત્યારબાદ આવેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં પરવરિશ, ઉજાલા, મે નશે મેં હું, પ્રેમ વિવાહ, બેવકુફ, માયા, બોમ્બે કા ચોર જેવી ફિલ્મો બોકસ ઓફીસ ઉપર સફળ રહી હતી. મનોજકુમાર સાથે હરિયાળી ઔર રાસ્તા અને ફિમાલય કી ગોંદમે હિટ ગઇ તો રાજેન્દ્રકુમાર સાથે ધૂલ કા ફૂલ, પતંગ, ગીત, લલકાર તથા વિશ્ર્વજીત સાથે આસરા, દોકલિયા નાઇટ ઇન લંડન, તમન્ના અને નઇરોશની જેવી હિટ ફિલ્મો કરી હતી. તેમણે વિશ્ર્વજીત સાથે ૧૦ ફિલ્મો કરી હતી.

૨૦૦૭માં માલાસિંહાને સ્ટાર સક્રિન લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેમની સફળ ફિલ્મોના ૧૯૬૦ અને ૧૯૭૦ના દશકામાં રાજકપુર, દેવાનંદ, કિશોરકુમાર અને પ્રદિપકુમાર જેવા હિરો સાથે કામ કર્યુ હતું. આ સાથે આ દૌરના નવા ઉભરતા કલાકારો જીતેન્દ્ર, સંજય, સુતિલદત્ત, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યુ હતું. ૧૯૬૬માં તે નેપાલી ફિલ્મ કરવા નેપાળ ગઇ, મૈત્રીઘર, ફિલ્મના હિરો ચિદંબરમ સાથે લગ્ન કર્યા હતા. તેમના પતિ નેપાળ રહેતા અને માલાસિંહ પુત્રી પ્રતિભા સિંહા સાથે મુંબઇ રહેતી હતી. તેમની માતા જીવનનાં અંત સુધી પુત્રી માલાસિંહ સાથે જ રહેતા હતા.૧૯૭૪માં અભિનેત્રી તરીકે કામ ન મળતા તેમણે ૩૬ ઘંટે (૧૯૭૪), જિંદગી (૧૯૭૬), કર્મયોગી (૧૯૭૮), બે રહમ (૧૯૮૦)  તથા હરજાઇ (૧૯૮૧) જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રીનો રોલ કર્યો હતો. તેમણે ચરિત્ર ભૂમિકામાં પણ શ્રેષ્ઠ રોલ કર્યા હતા. માલાસિંહાની માતા એપ્રીલ-૨૦૧૭ સુધી તેમની સાથે રહેતી તે શેરીના કુતરા અને બિલાડીની દેખભાળ કરતી હતી. માલાસિંહા ની સાથે એ સમયમાં વૈજયંતિમાલા અને વહિદાર રહેમાન પણ અભિનેત્રી તરીકે આવી ગઇ હતી. ગોલ્ડન એરા યુગમાં માલાની કમાલે તેને સૌથી સફળ અભિનેત્રી બનાવી હતી.

પ્રારંભે બાદશાહ ફિલ્મ નિષ્ફળતા બાદ હિંમત ન હારનાર માલાસિંહાએ પરિશ્રમ લગન અને પ્રતિભાના બળ ઉપર ફિલ્મ જગતમાં એક ચોકકસ  જગ્યા ઉભી કરી હતી. આ ફિલ્મ બાદ જહાં આરા આવીને સિતારો ચમકયો હતો. માલાસિંહાએ ફિલ્મ મર્યાદામાં ડબલ રોલમાં કામ પણ કર્યુ હતું. તેમની હિટ ફિલ્મોના અભિનયને તેના ચાહકો આજે પણ યાદ કરે છે. પારિવારિક ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનયની ચર્ચા આજે પણ થાય છે.

માલાસિંહાને મળેલા વિવિધ એવોર્ડ

  • ૧૯૬૫ – સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી ફિલ્મ- જહાઁ આરા
  • ૧૯૬૭ – સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ – ફિલ્મ – હિમાલય કી ગોંદ મેં
  • ૨૦૦૪ – સિકિકમ સરકાર દ્વારા સન્માન એવોર્ડ
  • ૨૦૦૫ – નેપાળ સરકાર દ્વારા  સન્માન એવોર્ડ
  • ૨૦૦૭ – સ્ટાર સ્ક્રિન લાઇફ ટાઇમ અચીવમેનટ એવોર્ડ
  • ૨૦૧૩ – મહિલા પુરસ્કાર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
  • ૨૦૧૮ – ફિલ્મ ફયર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

માલાસિંહની હિટ ફિલ્મો

  • * પ્યાલા – ૧૯૫૭
  • * ધૂલકા ફુલ – ૧૯૫૯
  • * આંખ – ૧૯૬૮
  • * હિમાલય કી ગોદ મે -૧૯૬૫
  • * દો કલિયા – ૧૯૬૮
  • * ગીત – ૧૯૭૦
  • * અનપઢ – ૧૯૬૨
  • * મર્યાદા – ૧૯૭૧
  • * ધર્મપુત્ર – ૧૯૬૧
  • * દિલ તેરા દિવાના – ૧૯૬૨
  • * બહારે ફિરભી આયેંગી – ૧૯૬૬
  • * હરિયાણી ઔર રાસ્તા – ૧૯૬૨
  • * હમસાયા – ૧૯૬૮
  • * નાઇટ ઇન લંડન – ૧૯૬૭
  • * નીલા આકાશ – ૧૯૬૫
  • * જહાં આરા -૧૯૬૪
  • * અપને હુએ પરાયે – ૧૯૬૪
  • * સુહાગન – ૧૯૬૪
  • * પુજા કે ફૂલ – ૧૯૬૪
  • * ગુમરાહ – ૧૯૬૩
  • * માયા – ૧૯૬૧

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.