Abtak Media Google News

જસદણ વિધાનસભા વિસ્તારની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી

ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઇંગ સ્ક્વોર્ડ, સ્ટેટિક સર્વેલન્સ સ્ક્વોર્ડની કામગીરીની માહિતી અપાઇ

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી જસદણ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના અનુસંધાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને જેમાં પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી પ્રક્રીયાથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.

Cf4C9B10 Af0F 4Ed0 Ba2F 2A6D7Ba9F525જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ આ બેઠકમાં કહ્યું કે, જસદણ વિધાનસભા વિસ્તારની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. ખાસ કરીને ૧-૧-૨૦૧૮ની સ્થિતિની મતદાર યાદી પ્રમાણે મતદાર મતદાન કરી શકશે. એટલે કે એ તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય અને મતદાન યાદીમાં નામ હોય તેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

તેમણે એવી પણ માહિતી આપી કે, ચૂંટણી પ્રક્રીયાના અનુસંધાને વિવિધ પ્રકારની ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઇંગ સ્ક્વોર્ડ, સ્ટેટિક સર્વેલન્સ સ્ક્વોર્ડની રચના કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આદર્શ આચાર સંહિતાની બાબતની સમજ આપતા કલેક્ટરશ્રીએ રાજકીય પક્ષોને તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું.

319Fc1Bf 052C 4654 B045 C0Cea06F70D4 1

ખાસ કરીને ખર્ચની બાબતમાં ચૂંટણી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા દરોના આધારે જેતે ઉમેદવારના વ્યક્તિગત ખાતામાં ચૂંટણીનો ખર્ચ ગણવામાં આવશે અને ઉમેદવાર માટે રૂ. ૨૮ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેવી જાણકારી પણ ડો. ગુપ્તાએ આપી હતી અને ઉમેદવારે ચૂંટણી માટેનું અલગથી બેંક ખાતુ ખોલવાની પ્રક્રીયા સમજાવી હતી. વિવિધ બાબતનો ભાવપત્રકો રાજકીયપક્ષોને આપવામાં આવ્યા હતા.

જસદણ વિસ્તારમાં રૂ. ૫૦ હજારથી વધુની રોકડ રકમની હેરફેર પ્રસંગે તે રકમ અંગેના જરૂરી આધાર પૂરવા, બિલો રાખવા જણાવવામાં આવ્યું હતું.

પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રચાર અને પ્રસાર માટે કરવાની થતી જાહેરખબરની પૂર્વ મંજૂરી મીડિયા મોનિટરિંગ કમિટી પાસેથી લેવાની રહે છે. એ જ રીતે પેમ્ફલેટ પ્રકારના સાહિત્યની મંજૂરી આદર્શ આચાર સંહિતા સમિતિ પાસેથી લેવાની રહેશે, તેવી સૂચના પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આપવામાં આવી હતી.

686Decb0 3Bb7 4756 Bd7E 3E283C36F17F

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.