Abtak Media Google News

પોલીસમેનની હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સ આપ્યાની કેફીયત

ગોંડલ તાલુકાના મેઘપર ગામે રહેતા ભરવાડ શખ્સના કબ્જામાંથી લોડેડ પિસ્તોલ સાથે આર.આર.સેલ ઝડપી પાડી આ પિસ્તોલ હત્યાના ગુનામાં જેલમાં રહેલા શખ્સે આપ્યાની કબુલાત આપતા તેની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના મેઘપર ગામે રહેતો પોપટ મંગા ભરવાડ નામનો શખ્સ પાસે હથીયાર હોવાની આર.આર.સેલના સ્ટાફને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે મેઘપર ગામે દરોડો પાડી પોપટ ભરવાડની અટકાયત કરી તલાશી લેતા પીસ્તોલ અને પાંચ કાર્ટીસ મળી રૂ.૩૦૫૦૦નો મુદામાલ કબ્જે કરી ગોંડલ તાલુકા પોલીસ મથકના મીઠાપરાની પ્રાથમિક તપાસમાં આ પિસ્તોલ હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા રાજેન્દ્રસિંહ જેઠુભા જાડેજાએ આપ્યાની કબુલાત આપી હતી. તાજેતરમાં મેઘપર ગામે પોલીસ કર્મચારીની હત્યામાં રાજેન્દ્રસિંહ ગોંડલ જેલમાં છે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.