Abtak Media Google News

દેશની કોઇપણ સ્થિતિમાં સામના માટે, નૌકાદળ, હવાઇદળ અને ભૂમિદળ સંપૂર્ણ સજજ: દેશના સંરક્ષણ મંત્રી પ્રથમવાર રાજકોટમાં

દેશના પ્રથમ મહીલા સંરક્ષણ મંત્રી ર્નિમલા સીતારામન ગઇકાલે ભાજપના ચુંટણી પ્રચાર-પ્રસાર માટે ગુજરાત આવ્યા હતા. જે અંતર્ગત તેઓએ રાજકોટની મુલાકાત લીધી હતી અને સૌ પ્રથમ તેઓ બી.એ.પી.એસ. મહીલા વિરાટ સંમેલનમાં હાજરી આપી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, રાજકોટના પ્રથમ નાગરીક ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, પ્રમુખ કમલેશ મીરાણી અને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા પણ હાજર રહ્યા હતા.

રાજકોટમાં સંરક્ષણ મંત્રી ર્નિમલા સીતારામને પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે ૨૦૧૪ થી ગુજરાત તેમજ સમગ્ર દેશ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી આગળ વધી રહી છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં આ સૂત્રને સાર્થક કરતા ફરીથી ગુજરાતમાં ભાજપની સરકાર બનશે, બેઠકો કેટલી આવશે તેને નકારતા તેમણે જણાવ્યું હતું કે રાજયમાં બહુમતિ વાળી ભાજપની સરકાર બનશે. અને વિકાસના સૂત્રને આગળ વધારીને રાજયનો વધુને વધુ વિકાસ કરશે.

તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. અને ૨૦૦ જેટલા ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. રાફેલ ડીલમાં પણ કોઇ જ ગોટાળા નથી થયા શસ્ત્રો સામગ્રી વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે શસ્ત્રોની ખરીદી નિરતર પ્રક્રિયા છે પણ હાલ દેશનું નૌકાદળ, હવાઇ દળ સમગ્ર આરમી તેમજ ભૂમિદળ કોઇપણ પરિસ્થિતિ સામે લડવા સજજ છે. લશ્કરના જવાનોને જરૂરી સુવિધાઓ સંતોષવામાં આવે છે. હું ખુદ જાતે જોઇને તેનું નિરિક્ષણ કરુ છું અને ખાત્રી આપું છું.

ગુજરાતની વાતો કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના માછીમારોના અપહરણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. સરકાર દ્વારા લેવામાં આવતા પગલાની સતત ચાલતી પ્રક્રિયા હોવાનું જણાવ્યું તો કચ્છની સરકીક સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદ છે. તેની સુરક્ષાને ટોચની અગ્રતા અપાઇ છે. અને ભારત ચીન સહહદ દોકલામની સ્થિતિનો તણાવ પણ પહેલા જેવો નથી રહ્યો તેમ જણાવ્યું હતું.

કાશ્મીરની હાલની સ્થિતિ વિશે રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ૨૦૦ થી વધુ આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. પણ મહત્વનું એ છે કે ત્યાંની પ્રજા અમને કેટલો સપોર્ટ કરે છે. કાશ્મીરની પ્રજા પણ શાંતિનો માહોલ ઇચ્છે છે ત્યાંના મુખ્યમંત્રી મહેબૂબા મુહતીએ પણ મને વિનંતી કરેલીછે કે કાશ્મીરમાં સારી સ્કુલો દર્શાવી છે. કાશ્મીરના બાળકો માટે સારી સ્કુલો બનાવવામાં આવશે અને આતંકીઓને દુર કરવાની કાર્યવાહી સતત કરવામાં આવશે.ગુજરાતના માછીમારોના પાકિસ્તાન દ્વારા અપહરણ થાય છે આના માટે જળસીમાની તમામ એન્જસીઓનું પેટ્રોલીંગ સતત ચાલુ રહે છે. આપણા દેશના માછીમારો ભૂલથી જળસીમા ઓળગી ત્યાં ચાલ્યા જાય છે. માછીમારોની પણ આ તરફથી ભૂલ થાય છે. આને લઇને વડાપ્રધાન મોદી માછીમારોનો અપહરણથી પણ ચિંતિત રહે છે.

વધુમાં તેઓએ રાફેલ ડીલમાં થયેલા ગોટાળાના આક્ષેપ મુદ્દે ભારત અને પેરિસ વચ્ચે થયેલી રાફેલ ડીલમાં કોઇ જ ગોટાળા થયા નથી. વડાપ્રધાનને ૨૦૧૫ એપ્રીલમાં પેરિસમાં રાફેલ ડીલ કરી હતી. જેના ૧૫ મહિના બાદ સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતના રક્ષામંત્રી મનોહર પરિકર અને પેરિસના રક્ષામંત્રી વચ્ચે એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા હતા. જેને કેબીનેટ અને સિકયુરીટી વિભાગ દ્વારા એપ્રુવલ આપવામાં આવ્યું હતું. તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો.

અંતમાં તેઓએ ગુજરાતના લોકોને આર્મી પ્રત્યેના લગાવ વિશે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના યુનિટે દેશના જવાનો માટે ચેક (ડોનેશન) આપ્યું જે ખુબ જ મહત્વની વાત છે. ગુજરાતી લોકોની આર્મી પ્રત્યે ખુબજ આદર ભાવ છે અને વધુમાં વધુ ગુજરાતીઓ આર્મીમાં જોડાય તેવો અપીલ પણ કરી હતી. ગુજરાતમાં ચુંટણી પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. અને બહુમતિ સાથે આગામી ચુંટણીમાં ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.