Abtak Media Google News

૭૯૦૦ કિલો મીટરના રૂટ પર ૧૯૭૩ સુધી ‘બસ’ સેવા ચાલુ હતી

સામાન્ય રીતે ભારતમાં પૂર્વ, પશ્ર્ચિમ, ઉતર, અને દક્ષિણ આમ દિશામાં આવેલા તીર્થ સ્થળોએ બસમાં યાત્રા કરવા માટે કદાચ ૨૮ દિવસનો સમય લાગતો હોય છે. પરંતુ બસ દ્વારા કલાકો, દિવસો બાદ મહિનાઓ સુધી મુસાફરી કરનાર મુસાફરો ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય.

બસની મુસાફરીમાં આશ્ર્ચર્યજનક વાત કરીએ તો આશરે ૪૭ વર્ષ પહેલા વિશ્ર્વમાં બસની સૌથી લાંબી મૂસાફરી હતી જે ‘બસ’ ભારતના કલકતાથી લંડન સુધી જતી હતી.

આ બસ ૧૯૫૭થી ૧૯૭૩ સુધી ચાલુ હતી. કલકતાથી લંડન વાયા, દિલ્હી, અમૃતસર, વાઘાબોર્ડરથી પાકિસ્તાનનું લાહોર, અફઘાનિસ્તારનું કાબુલ અને હૈરાત, ઇરાનનું ઇસ્તંબુલ, તુર્કી, જર્મન ઓસ્ટ્રલીયા અને ફ્રાંસ થઇ ચાલતી આ રૂટની લંબાઇ ૭૯૦૦ કીલોમીટર અને ભાડુ ૧૯૫૭માં ૮૫ પાઉન્ડ અને ૧૯૭૩માં ૧૪૫ પાઉન્ડ હતું. આ બસની સેવા ૧૯૭૩ સુધી ચાલુ હતી.

આમ તો ઘણી બધી બસો આપણે રોજબરોજ દોડતી જોતા હોઇ છીએ પરંતુ કોલકાતા થી લંડન વાયા દિલ્હી, અમૃતસર, વાઘા બોર્ડરથી પાકિસ્તાનનું લાહોર સહિતના સ્ટેશન પર ચાલતી આ બસ વિશે કદાચ બહું ઓછા લોકોને ખબર હશે. જો કે હવે આ બસ દોડતી નથી પરંતુ આજે પણ આ અદભુત બસ લોકોને અલગ જ યાદ અપાવે છે. આ બસનું મહત્વ પણ કંઇક અનેરું જ હતુ બસ દ્વારા કલાકો, મહિનાઓ સુધી મુસાફરી કરનાર ત્યારના મુસાફરો ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.