Abtak Media Google News

૧૯ માર્ચના રોજ જીએસટી કાઉન્સીલની મળશે બેઠક: રિયલ એસ્ટેટ સહિતના અનેક ક્ષેત્રોને ફાયદો થવાની સંભાવના

ભારતના ચુંટણીપંચે જીએસટી કાઉન્સીલની બેઠક યોજવા માટેની મંજુરી આપી દીધેલી છે જેથી આગામી ૧૯ માર્ચના રોજ ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સીલની બેઠક યોજાશે જેમાં જીએસટીના દરમાં ઘટાડો થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. બેઠકમાં જો દરમાં ઘટાડો જોવા મળશે તો રીયલ એસ્ટેટ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં ફાયદો થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.

આંશિક રીતે કહી શકાય કે સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવાનું એકમાત્ર કારણ લોકસભાની ચુંટણી પણ માનવામાં આવે છે અને જો દરમાં ઘટાડો થશે તો રીયલ એસ્ટેટ ક્ષેત્ર સહિત અનેકવિધ ક્ષેત્રને ફાયદો થવાથી ભાજપ પક્ષની સ્થિતિ મજબુત બનશે અને પક્ષ પરનો વિશ્વાસ પણ ભાજપ જાળવી શકશે. જીએસટી કાઉન્સીલની બેઠક જે ૧૯ માર્ચના રોજ યોજાવા જઈ રહી છે તે વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાશે. આ બેઠક જીએસટી કાઉન્સીલની ૩૪મી બેઠક છે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આચારસંહિતા લાગ્યા બાદ જીએસટી કાઉન્સીલ દ્વારા ચુંટણીપંચને રજુઆત કરવામાં આવી હતી જે રજુઆતને યોગ્ય ઠરવતા જીએસટી કાઉન્સીલની બેઠક યોજવામાં આવશે જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો જેમાં જીએસટી દરના ઘટાડા થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. આ બેઠક રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જીએસટી દર ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પહેલા જીએસટી કાઉન્સીલની પહેલાની બેઠકમાં અંડર ક્ન્ટ્રકશન ફલેટો માટે ૫ ટકા અને એર્ફોડેબલ હાઉસ માટે ૧ ટકા જીએસટી દર નકકી કરવામાં આવ્યો છે જે ૧લી એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો હતો.

હાલ જીએસટીની રીકવરી ફેબ્રુઆરી માસમાં ૯૭,૨૪૭ કરોડ રહી હતી જે જાન્યુઆરી માસમાં ૧.૨ કરોડ રહી હતી. જયારે સેન્ટ્રલ જીએસટીની વાત કરવામાં આવે તો તેની રીકવરી ૧૭,૬૨૬ કરોડ જયારે સ્ટેટ જીએસટીની રીકવરી ૨૪,૧૯૨ કરોડ રહી હતી. એવી જ રીતે ઈન્ટીગ્રેટેડ જીએસટી પણ ૪૬,૯૫૩ કરોડ અને સેસ ૮,૪૭૬ કરોડ રહ્યું હતું. વાત કરવામાં આવે જીએસટી કલેકશનની કે જે ફેબ્રુઆરી માસમાં ૧૦.૭૦ લાખ કરોડ રહ્યું હતું.

આંકડાકિય માહિતીની વાત કરવામાં આવે તો એપ્રિલમાં ૧.૦૩ લાખ કરોડ, મે માં ૯૪,૦૧૬ કરોડ, જુનમાં ૯૫૬૧૦ કરોડ, જુલાઈમાં ૯૬૪૮૩ કરોડ, ઓગસ્ટમાં ૯૩૯૬૦ કરોડ, સપ્ટેમ્બરમાં ૯૪,૪૪૨ કરોડ, ઓકટોબર માસમાં ૧,૦૦,૭૧૦ કરોડ, નવેમ્બર માસમાં ૯૭,૬૩૭ કરોડ, ડિસેમ્બર માસમાં ૯૪,૭૨૫ કરોડ જયારે જીએસટીનું કલેકશન ૧.૨ લાખ કરોડ રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.