Abtak Media Google News

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે શૈક્ષણિક જગત અને તમામ પ્રકારની પરીક્ષાઓ સ્થગિત છે ત્યારે જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામીનેશન એડવાન્સ જેઈઈની તારીખ અંગે માનવ સંશાધન મંત્રાલયે યોજેલા નિર્ણય મુજબ જેઈઈ એડવાન્સ ૨૩મી ઓગષ્ટે લેવાનો નિર્ણય લેવાયો છે. જેઈઈ એડવાન્સ આઈઆ,ટીના પ્રવેશ માટે આવશ્યક છે. ત્યારે આ પરીક્ષા ૨૩મી ઓગષ્ટે યોજાશે તેમ માનવ સંશાધનમંત્રી રમેશ પોખરીયાએ ગૂરૂવારે જાહેર કર્યું હતુ.

જેઈઈ એડવાન્સ પરીક્ષા અંગે અગાઉ ૧૭મીની તારીખ સુનિશ્ર્ચિત કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીને પગલે મુલતવી રાખવાની ફરજ પાડી હતી. આઈઆઈટીના અનુસ્નાતક પ્રવેશ માટે જેઈઈ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે આઈઆઈટી દિલ્હી દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય માનવ સંશાધન મંત્રીએ મંગળવારે જાહેર કર્યું હતુ કે એન્જીનીયરીંગ એકઝામીનેશન જેઈઈ મુખ્ય જુલાઈ ૧૮ થી ૨૩ અને નેશનલ એલીઝીબીલીટી કમ એન્ડ્રેસ્ટ ટેસ્ટ જેઈઈ યુજીએલ મેડિકલ કોલેજના પ્રવેશ માટેની પરીક્ષા ૨૬મી જૂલાઈએ યોજાશે આ પરીક્ષાઓ પણ કોવિડ ૧૯ના જાહેર થયેલા નેશનલ લોકડાઉનના કારણે મુલત્વી રહી હતી.

દેશભરમાં ચાલી રહેલા કોરોના સામેના જંગ અને લોકડાઉનને લઈને સમગ્ર દેશમાં શૈક્ષણીક પ્રવૃત્તિઓ સ્થગીત કરી દેવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થી જીવનકાળ માટે અતિ મહત્વની ગણાતી જેઈઈ અને નીટ જેવી પરીક્ષાઓનાં કાર્યક્રમમાં આવેલા ફેરફારને પગલે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે તૈયારીઓ કરવાની તક મળશે.

સ્પર્ધાત્મકક પરીક્ષાઓ માટે આગોતરી તૈયારી અને રીવીઝન ખૂબ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓ માટે નીટના પુસ્તકો અને ઓનલાઈન પેપર કિલયરન્સ, ટુકનોંધો, ટ્રાઈમમેનેઝમેન્ટ જેવા પરિણામો સારી સફળતા માટે મહત્વના હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.