Abtak Media Google News

કેન્દ્રીય સરકારના ૨૦૧૯-૨૦ વર્ષનું અંદાજપત્ર ટૂંક સમયમાં લોક સભામાં રજૂ થવાનું છે તો તેમાં વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો યોગ્ય સમાવેશ કરવા આમ આદમીને કઈક રાહત મળે તેવી પ્રમાણેની માંગણી છે. તો આ વર્ષના બજેટમાં વ્યાજબી માંગણી સ્વીકારશો તેવી અપેક્ષા રાજકોટ મશીનરી ડીલર્સ એસો. રાખે છે. નાણામંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવે છે કે, વ્યક્તિગત મુક્તિ મર્યાદા વચગાળાના બજેટમાં અઢી લાખથી વધારી પાંચ લાખ કરી આપવાનું વચન આપેલ છે તે ઘણું જ સ્તૃત્ય પગલું છે. આટલી મોટી રાહત સરકાર તરફી પહેલી વખત જાહેર કરવામાં આવેલ છે તે ખૂબ પ્રશંસાને પાત્ર છે.

નાના કરદાતા સિવાયના કરદાતાની જે લીમીટ અઢી લાખ છે તેમાં વધારો કરી ત્રણી સાડા ત્રણ લાખની કરી આપવી જોઈએ. “એ મહિલાઓ માટે કોઈ અલગી મુક્તિ મર્યાદા ની પરંતુ આ વખતના બજેટમાં મહિલાઓ માટે થોડી વધારે રકમની મુક્તિ મર્યાદા સાડા ત્રણ લાખી ચાર લાખ સુધીની કરી આપવી જોઈએ.

પાંચ લાખથી દસ લાખ સુધી આવક થાય તો તે સીધા ૨૦% ટેક્ષનો સ્લેબ રાખવામાં આવેલ છે તે કોઈ પણ સંજોગોમાં વ્યાજબી ની તે સ્લેબ ૨૦%ને બદલે ૧૦% કરી આપવો જોઈએ. તે ઉપરાંત દસ લાખથી ત્રીસ લાખ અને તે ઉપરના સ્લેબમાં સીધા ૩૦% રાખવામાં આવેલ છે તે દરમાં પણ વ્યાજબી રીતે ઘટાડો કરી દસી વીસ લાખ માટે ૨૦% સ્લેબ અને વીસી ત્રીસ લાખ સુધીની આવક માટે ૩૦% સ્લેબ હોવો જોઈએ તેવી દરેક વેપારી મિત્રોની લાગણી અને માંગણી છે.

સુપર સીનીયર સીટીજનને વર્ષોથી કોઈ વધારાના લાભ આપવામાં આવતો નથી જેની મુક્તિ મર્યાદા વર્ષોથી પાંચ લાખની છે. તેમાં કોઈ સુધારો કરવામાં આવેલ નથી ત્યારે ઓર્ડીનરી કરદાતા માટે પાંચ લાખ હોય અને સુપર સીટીજનને પણ પાંચ લાખ બાદ મળે તો સુપર સીટીજન ૮૦ વર્ષ ઉપરના હોઈ તે નાના કરદાતા સમકક્ષ થઈ ગયા તો અગાઉ ઓર્ડીનરી કરદાતા અને સુપર સીટીજન માટે અઢી લાખનો તફાવત હતો તે અઢી લાખ ગણવામાં આવે તો તે સાડા સાતની લીમીટ થઈ જાય. તો આ બાબતમાં યોગ્ય વિચારણા કરી સુપર સીટીજન વ્યક્તિઓ માટે સાડા સાથી આઠ લાખથી મુક્તિ  મર્યાદા રાખવી જોઈએ.

પરદેશમાં સીનીયર અને સુપર સીનીયરની તબીબી સેવા વિનામુલ્યે લાભ આપવામાં આવે છે. જ્યારે ભારતમાં આવો કોઈ લાભ મળતો નથી. ભારતમાં ઓછામાં ઓછા પંચોતેર વર્ષ ઉપરાંતના સીનીયર સીટીજનને આવો લાભ આપવાનું વિચારવું જોઈએ.

સેવિંગ બેંકનું વ્યાજ દસ હજાર સુધીની વર્ષ દરમ્યાન બાદ મળે છે તે રકમ વીસ હજાર સુધી બાદ મળવી જોઈએ. મેડિકલેઈમની રકમ સામાન્ય કરદાતાને વીસ હજાર અને સીનીયર સીટીજનને થોડી વધારે બાદ આપવામાં આવે છે તો તે રકમ સામાન્ય કરદાતાને ત્રીસ હજાર અને સીનીયર અને સુપર સીનીયર સીટીજનને એક લાખ સુધીની રકમ બાદ મળવી જોઈએ. ઉપરોકત પ્રકારની રજૂઆત એસોસીએશનના પ્રમુખ મનસુખલાલ કાંતિલાલ પટેલ તેમજ મંત્રી અશ્વિનકુમાર ચંદુલાલ પટેલે નાણામંત્રી સમક્ષ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.