ઔદ્યોગિક એસોસિએશનો ફી ઉઘરાવ્યા વગર ઉદ્યોગકારોને વિનામૂલ્યે સેવા આપશે

ધંધા-રોજગાર શરૂ કરવાની પાસ પરમીશન કામગીરી અંતર્ગત રાજકોટ ચેમ્બરની સ્પષ્ટતા

હાલ શહેરના ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યાં છે ત્યારે તમામ કારખાનાઓ શરૂ થાય તે માટે પાસ પરમીશનની કામગીરી માટે ઔઘોગિક એસોસિએશનનો કોઇપણ જાતની ફી ઉઘરાવ્યા વગર સેવા આપશે તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવાયું છે.

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આવેલ નાના મોટા આશરે ૮ થી ૧૦ હજાર ઔઘોગિક એકમો આવેલ છે. તેમજ રાજકોટ કોર્પોરેશન હદની બહાર ઔઘોગિક એકમો શરુ થઇ ગયેલ હોય અને રાજકોટ કોર્પોરેશન હદની અંદર આવેલ ઔઘોગિક એકમોના ધંધા-રોજગાર શરુ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને વારંવાર રજુઆત કરી સ્પેશ્યલ શહેરમાં ઔઘોગિક એકમો શરુ કરવા તા.૧૪ મે થી મંજુરી આપવામા આવેલ છે. ત્યારે આવા એકમોને મંજુરી આપવા માટે તેની સરળતાના ભાગરુપે રાજકોટ ચેમ્બરની અઘ્યક્ષતામાં રાજકોટ કલેકટર તથા રાજકોટ  પોલીસ કમિશ્નરની સાથે મીટીંગ યોજી જે તે વિસ્તારના ૧૧ એસોસીએશનની ઓફીસો ખોલાવી અને તમામ એસો.ની ઓફીસે કલેકટર ને વિનંતી કરતા તેમના તરફથી નોડલ ઓફીસરો બેસાડેલ છે. જેથી પ્રક્રિયા સરળ બની રહી છે અને ઔઘોગિક એકમોને સ્થળ પર જ મંજુરી મળી રહી છે.

ગઇકાલે વાવડી- કોઠારીયા એસો. દ્વારા રૂ. એક હજાર મેમ્બર ફી ઉઘરાવવામાં આવે છે તેવી ફરીયાદ આવેલ છે જેના અનુસંધાને સ્પષ્ટતા કરવામાં આવે છે કે તમામ એસો. પોતાના મેમ્બર પાસે ફ્રી ઉઘરાવી શકે છે જે વાવડી-કોઠારીયા એસો. ઉઘરાવે છે. તેમજ કોઇપણ એસો.ની નિર્ભરતા અને ખર્ચાઓ અને એસોસીએશન ચલાવવાનો આધાર માત્ર મેમ્બરની ફી આવક ઉપર જ હોય છે અને સરકાર તરફથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ મળતી નથી અને કોઇપણ એસો. રજીસ્ટ્રર કરાવવું પણ જરુરી નથી. જેથી વાવડી-કોઠારીયા એસો.ને કોઇ ખોટું કાર્ય કર્યુ નથી. આમ કલેકટરના આદેશ મુજબ હવે કોઇપણ એસોસીએશન પોતાની ફી મેમ્બર ફી કે કોઇપણ વેતન ઉઘરાવ્યા વગર સેવા આપશે. તેથી તમામ ઉઘોગકારોએ સાથ અને સહકાર આપવો. માટે કોઇએ આને ઇસ્યુ ન બનાવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ અપીલ કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા તમામ એસો. ના હોદેદારો તથા સ્ટાફ પોતાનો સમય ફાળવી આ સેવાકિય પ્રવૃતિ માટે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. અને વાવડી-કોઠારીયા એસો. પણ વિનામૂલ્યે સેવા આપશે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટી દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.

Loading...