Abtak Media Google News

ખેત તલાવડીથી મારા તેમજ આજુબાજુના ખેતરના દસ કુવામાં બારેમાસ પાણી ભરેલું રહે છે: ચતુરભાઈ કલોલા

ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. દેશની ૭૦ ટકા આબાદી કૃષિ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલી છે. ત્યારે કૃષિમાં આધુનીકરણએ આવશ્યક છે. ભારતમાં મોટેભાગે ખેતીને આકાશી રોજી ગણવામાં આવતી હતી. ખેડૂત વરસાદ આધારીત ચોમાસુ પાક અથવા પાણીની વ્યવસ્થા હોય તો બે મોસમ લઇ શકતો હતો. પરંતુ રાજય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ અને જળસંચય સાથે આધુનીક કૃષિ ટેકનીકના અપનાવવા સાથે આજનો ખેડૂત ખેતીને એક ઉદ્યોગ તરીકે અપનાવતો થયો છે. આથી ખેડુતની આવકમાં તો વધારો થયો છે. સાથે સાથે સમાજિક ઉત્કર્ષ પણ સાધ્યો છે.

ડ્રિપઇરીગેશન અને જળ સંચય અપનાવી પાણીના ટીપે ટીપે ખેતપેદાશ મેળવી ક્રાંતિ સર્જી રાજકોટ તાલુકાના ગઢકાના આત્મા એવોર્ડ વિજેતા ચતુરભાઈ કલોલાએ. જેમણે આધુનિક ખેતીને અપનાવી બન્યા છે હરિયાળી ખેતીના ઉપાસક.મેં ૨૦૦૭ થી ક્યારેય દુષ્કાળ જોયો નથી, મારા ખેતરની પાસે જ સરકાર સાથે જનભાગીદારીમાં ખેત તલાવડી બનાવી. વરસાદી પાણીના સંગ્રહથી વર્ષોવર્ષ મારો કૂવો ભરેલો જ રહે છે તેમ મોજ થી જણાવે છે ચતુરભાઈ કલોલા

ઓણ હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને ૩ ઇંચ વરસાદ પડતા જ આસપાસના પાણીથી મારા ખેતર પાસેની નહેર ભરાઈ ગઈ છે, ને કુવામાં ૪૦ ફૂટ નવું પાણીની આવક થઈ છે. વરસાદ આવે કે ના  આવે હવે હું આરામથી આખું વર્ષ પિયત કરી શકીશ. ને આજ પરિસ્થિતિ આસપાસના ૧૦ ખેતરમાં આવેલ કુવાઓની છે.

નામ એવા જ ગુણ છે ચતુરભાઈમાં ૨૦૦૭ની વાત છે. અમારા ગામમાં કૃષિ રથ આવેલો. ત્યારે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મને ટપક સિંચાઈ પદ્ધતિ વિષે ખ્યાલ આવ્યો.  પરંપરાગત ખેતીમાં પાણી ખુબ વેડફાતું. એકથી વધુ પાક લેવા મુશ્કેલ હતા. રાજ્ય સરકાર તેમાં સબસીડી આપે છે તેનો લાભ લઈ ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને હું વર્ષના બે થી વધુ પાક લેવા લાગ્યો તેમ ચતુરભાઈ જણાવે છે.

The-Indian-Artist-Who-Has-Now-Made-A-Great-Deal-Of-Dried-Drip-Irrigation-And-Water-Accumulation-Received-Water-Drops-In-The-Form-Of-Irrigation
the-indian-artist-who-has-now-made-a-great-deal-of-dried-drip-irrigation-and-water-accumulation-received-water-drops-in-the-form-of-irrigation

સફળ ખેતી માટે સુવર્ણ સૂત્ર આપતા તેઓ કહે છે કે ખેતરમાં ડ્રિપ ઇરીગેશન, ખાતરનો સમાજપૂર્વક ઉપયોગ, ખેત તલાવડી અને ખેતીમાં રોજની પાંચ કલાક હાજરી આપો એટલે ક્યારેય પાક નિષ્ફ્ળ જશે નહીં અને ખેત પેદાશ કાચા સોનાની જેમ ઉગી નીકળશે. માત્ર કપાસ કે મગફળીની ખેતી નહિ પરંતુ વૈવિધ્ય યુક્ત ખેતી તરફ આગળ વધવા તેઓ ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. હાલ તેઓ પ્રયોગાત્મક ખેતી સાથે બાગાયત ખેતી તરફ વળ્યાં છે. સફળતા મળશે જ તેવો દ્રઢ વિશ્વાસ તેઓ ધરાવે છે.

કેન્દ્ર સરકારની કૃષિ વિકાસ લક્ષી યોજનાઓ  જેવી કે ડ્રીપ ઇરીગેશન, સોલાર પંપ, ખેત ઉત્પાદનના ટેકાના ભાવે ખરીદી,  સહકારી માર્કેટીંગ યાર્ડ તથા ખેતી વિષય સહકારી મંડળી દ્વારા સહકારી પ્રવૃતિનો ફોળો પણ નોંધપાત્ર છે.

The-Indian-Artist-Who-Has-Now-Made-A-Great-Deal-Of-Dried-Drip-Irrigation-And-Water-Accumulation-Received-Water-Drops-In-The-Form-Of-Irrigation
the-indian-artist-who-has-now-made-a-great-deal-of-dried-drip-irrigation-and-water-accumulation-received-water-drops-in-the-form-of-irrigation

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.