Abtak Media Google News

નિષ્ણાંત તબીબોની ટીમ ૨૪ કલાક ઈમરજન્સી સારવાર, આધુનિક મશીનરી, એમ્બ્યુલન્સ અને ભોજન સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ: તાલુકાનાં દર્દીઓને હવે રાજકોટ સુધી લંબાવવું નહીં પડે

પડધરીમાં અત્યાધુનિક માનવતા હોસ્પિટલનો શુભારંભ થયો છે. નિષ્ણાંત તબીબોની ટીમ, ૨૪ કલાક ઈમરજન્સી સારવાર, આધુનિક મશીનરી, એમ્બ્યુલન્સ અને ભોજન સહિતની વિશેષ સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલ સમગ્ર પંથકનાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સુવિધાસભર માનવતા હોસ્પિટલનાં નિર્માણથી હવે તાલુકાનાં દર્દીઓને ઉતમ સારવાર માટે રાજકોટ સુધી લંબાવવું પડશે નહીં.

2 92

પડધરીમાં મોવૈયા સર્કલ ખાતે આવેલા મેગા મોલમાં ગઈકાલે માનવતા હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો તેમજ ગ્રામજનો હર્ષભેર જોડાયા હતા. હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સુસજજ જંતમુકત ઓપરેશન થીએટર, ડિજિટલ એકસરે મશીન, મલ્ટીપેરા મોનીટર, ઈલેકટ્રો કાર્ડિયોગ્રામ, ઈન્ફયુઝન પંપ, ડિફી બ્રિલેટર મશીન, નેબ્યુલાઈઝર મશીન, લીફટની સગવડ, બહારગામથી આવતા તથા જરૂરીયાતમંદ દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટોર, ૨૪ કલાક ઈમરજન્સી સારવાર, ૨૪ કલાક લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ડો.જયદિપ ઓધવાણી, ડો.હિરેન આકોલા, ડો.જીમીત છત્રાલા, ડો.વિરલ વસાવડા અને ડો.આર.એચ.હિંગોરા સહિતના નિષ્ણાંત તબીબોની ટીમની સેવા મળશે.

ચંદ્રકાંતભાઈ પુજારા તેમજ ડો.સીતાંશુ પુજારાએ માનવતા હોસ્પિટલ વિશે જણાવ્યું કે પડધરી તાલુકાનાં દર્દીઓને વ્યાજબી ભાવે સારવાર સાથે હુંફ પણ મળી રહે તેવા આશયથી માનવતા હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ઉતમ સારવાર માટે સમગ્ર પંથકમાં લોકોને રાજકોટ સુધી લંબાવવું પડતું હતું. તેની જગ્યાએ સ્થાનિક કક્ષાએ હવે લોકોને ઉતમ સારવાર માનવતા હોસ્પિટલમાં મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.