Abtak Media Google News

વધતી ઉંમર સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે, પણ આજકાલ ઘણા લોકો નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરતા હોય છે. જાણકાર મુજબ આપણા વાળનો કાળો રંગ મેલેનીન નામના પીગમેંટ ને કારણે થાય છે. તે પીગમેંટ વાળના મૂળના સેલ્સમાં મળી આવે છે. જયારે મેલનીન બનવાનું બંધ થઇ જાય છે કે ઓછું બનવા લાગે છે, તો વાળ સફેદ થવા લાગે છે. આં તકલીફને આપણે થોડા ઘરેલું ઉપાય અજમાવીને નિયંત્રણ કરી શકીએ છીએ. આયુર્વેદના જાણકારો જણાવી રહ્યા છે એક એવા ઘરેલું ઉપાય જે અજમાવવાથી સફેદ વાળની સમસ્યા નિયંત્રણમાં લાવી શકાય.

રીત:

  •    કોકોનેટ મિલ્ક ને ગરમ કરીને તેલ કાઢી લો.
  •    દોઢ કપ કોકોનેટ તેલમાં અડધો કપ આંબળા અને એલોવેરા જેલ મિક્સ કરી લો.
  •    તૈયાર મિશ્રણને 8 થી 10 મિનીટ ઉકાળો.
  •    ઠંડુ થાય એટલે તેને ગાળીને તડકામાં 10 થી 12 દિવસ રાખો.
  •    તૈયાર નુસખા થી દર બે દિવસે વાળની મસાજ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.