Abtak Media Google News

સુરક્ષા અને ઓપરેશન કક્ષાની આ જગ્યાઓ પર પસંદ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં આખરી મહોર લગાવાશે: આ વર્ષમાં ૧.૨૭ લાખ ખાલી જગ્યાઓ ભરવાનો રેલવે તંત્રનો નિર્ધાર

ભારતીય રેલવે વિશ્ર્વનાં સૌથી મોટી પરિવહન સેવા આપતા તંત્રમાંનું એક તંત્ર છે. આઝાદીકાળથી દેશમાં હંમેશા વિશાળ રોજગારીદાતા રહેલા ભારતીય રેલવે તંત્રએ તાજેતરમાં ખાલી પડેલી ૧.૨૭ લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે રેલવે ભરતી બોર્ડ ૭૦,૫૦૦ જગ્યાઓ ભરવા પેનલો તૈયાર કરી લીધી છે. રેલવે તંત્ર દ્વારા થોડા સમય પહેલા મોટાપાયે સલામતી અને ઓપરેશન પોસ્ટ ભરવાની જે જાહેરાત કરી હતી. જેમાં આરઆરબી ગ્રુપ ડી અને આરઆરબી એએલપીની આ જગ્યાઓનો સમાવેશ થતો હતો. આ જગ્યાઓ ભરવા માટે ટુંક સમયમાં આખરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

રેલવે મંત્રાલયનાં એક નિવેદનમાં જણાવાયું છે કે, રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) ગ્રુપ ડી અને આરઆરબી એએલપી બંને ભરતી માટેનાં તબીબી અપીલનાં કેસોને કારણે બાકીની પેનલો પ્રક્રિયા હેઠળ છે અને બાકીની પેનલો અંગે ઝોનલ રેલવેને ટુંક સમયમાં સલાહ આપવામાં આવશે. આરઆરબી ફકત મુકત ઉમેદવારોનાં નામની ભલામણ કરે છે અને વિવિધ ભરતી માટે આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલી સતાવાર સુચના મુજબ, ફકત સંબંધિત રેલવે વિભાગો દ્વારા જ નિમણુક આપવામાં આવે છે. ભરતીની બે સુચનાઓ જાહેર થઈ છે તેમાં એક સહાયક લોકો પાયલોટ અથવા એએલપી અને ટેકનિશિયન માટે અને બીજી લેવલ છે અગાઉનાં ગ્રુપ ડી માટેની પોસ્ટસ, વર્ષ ૨૦૧૮માં લગભગ ૧.૨૭ લાખ ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેર કરવામાં આવી હતી. એએલપી અને ટેકનિશિયનની કુલ પોસ્ટસ ૬૪,૩૭૧ હતી. આ પોસ્ટસ માટે લગભગ ૪૭.૪૫ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. ગ્રુપ ડી માટેની ખાલી જગ્યાઓ ૬૩,૬૩,૨૦૨ હતી અને આ પદ માટે આશરે ૧.૭ કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી. કુલ આશરે ૨.૪ કરોડ અરજદારોએ અરજી કરી જે તેને ભરતીની સૌથી મોટી કવાયત છે.

એફકેઝેડ 2

એએલપી અને ટેકનિશિયન ભરતીઓની જગ્યાઓ માટે કમ્પ્યુટર પરીક્ષા ૯ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીનાં ૧૧ દિવસમાં ૩૩ શિફટમાં ભારતનાં ૧૬૬ શહેરોમાં ૪૪૦ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી અને તેમાં સૌથી વધુ હાજરી ૭૭ ટકા લગભગ ૩૬.૪૨ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ ભરતી માટે બીજો તબકકો સીબીટી ૨૧ જાન્યુઆરીથી ૨૩, ૨૦૧૯ દરમિયાન ૯ શિફટમાં લેવામાં આવ્યો હતો. જેમાં હાજરી લગભગ ૮૮ ટકા હતી. કમ્પ્યુટર આધારીત યોગ્યતા પરીક્ષણ ૧૦ મે ૨૦૧૯નાં રોજ ફકત એએલપી માટે લેવામાં આવ્યું હતું. હાજરી લગભગ ૮૪ ટકા હતી. આ પછી દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા હતી. રેલવેનાં આ નિવેદનમાં જણાવાયું છે કે, રેલવેને આશરે ૧૭,૫૦૦ પોસ્ટસની એએલપી અને ટેકનિશિયનની પોસ્ટસ માટેની પેનલો સજજ કરવામાં આવી છે. જુથ ડી માટેની મેગા સીબીટી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૮થી શરૂ થઈ હતી અને ૧૭ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. દેશનાં ૪૦૫ પરીક્ષા કેન્દ્રોમાં ૫૧ દિવસમાં ૧૫૨ શિફટમાં પરીક્ષા લેવામાં આવી હતી. લાયક ઉમેદવારોની કુલ સંખ્યા ૧,૮૯,૮૨,૭૧૯ (આશરે ૧.૯૦ કરોડ) હતી જેમાંથી ૧,૧૭,૧૪,૭૫૪ એ કમ્પ્યુટર પરીક્ષા આપી હતી જે લગભગ ૬૧.૭૧ ટકા છે. આ પછી શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (પીઈટી), દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા હતી. જુથ ડીની પોસ્ટસ માટે રેલવેને લગભગ ૫૩,૦૦૦ પોસ્ટસની પેનલો સજજ કરવામાં આવી છે.  જેઈ/ ડીએમએસ/ સીએમએ પદ માટે આરઆરબીએ ૨૨ મે, ૧૯ થી ૨ જુન, ૧૯ અને ૨૬ જુન ૨૦૧૯ થી ૨૮ જુન, ૨૦૧૯ સુધીનાં જેઈ/ ડીએમએસ/ સીએમએ પદ માટેનાં ૨૪.૭૫ લાખ ઉમેદવારો માટે પ્રથમ તબકકાની સીબીટી હાથ ધરી હતી. તે સમગ્ર ભારતનાં ૧૦૯ શહેરોમાં ૩૫૬ પરીક્ષણ કેન્દ્રો પર ૧૨ દિવસની ૩૫ શિફટમાં લેવામાં આવ્યું હતું. હાજરી લગભગ ૬૨.૫ ટકા હતી. આ ભરતી માટે બીજો તબકકો સીબીટી ૨૮ ઓગસ્ટ ૨૦૧૯ થી ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમ્યાન ૧૦ શિફટમાં લેવામાં આવ્યો હતો. હાજરી લગભગ ૮૮ ટકા હતી. દસ્તાવેજોની ચકાસણી અને તબીબી પરીક્ષા માટે ટુંક સમયમાં ઉમેદવારોને જાણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.