છેલ્લા 4 મહિનાથી બંધ પડેલી હેલિકોપ્ટર સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી કરાઇ શરૂ

44

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર સુવિધા ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ફરી એક વખત સુવિધા શરૂ કરાઈ છે. છેલ્લા 4 મહિનાથી હેલિકોપ્ટર સુવિધા બંધ કરવામાં આવી હતી. જોકે  હવે પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા કરીને પુનઃ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. સરકારે ફરી હેલિકોપ્ટરની સુવિધા કરતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Loading...