Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિધ્યાર્થી , વાલી તેમજ શિક્ષક માટે એક સૂચના તેમજ સ્પ્ષ્તા આપવામાં આવેલ છે.

જેમાં તેમણે જણાવેલ છે કે ધોરણ-૧૨, વિજ્ઞાનપ્રવાહ ઉ.મા.પ્ર. પરીક્ષા, માર્ચ.૨૦૧૯ તેમજ જુલાઈ પૂરક પરીક્ષા-૨૦૧૯માં પરીક્ષા આપેલ હોય અને અનુત્તિર્ણ (N..) થયેલ હોય તેવા [ સેમેસ્ટર પદ્ધતિ સિવાયના 3 વિદ્યાર્થીઓની માર્ચ-૨૦૨૦માં જૂના અભ્યાસક્રમ મુજબ એટલે કે માર્ચ-૨૦૧૯ પરીક્ષામાં અમલી હતો તે અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે. પૂરી તક તેમજ વધારાની તક આપવા છતાં ઉત્તીર્ણ થઈ શકેલ નથી તેવા સેમેસ્ટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓએ માર્ચ-૨૦૨૦માં નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષા આપવાની રહેશે.

માર્ચ તેમજ જુલાઈ-૨૦૧૯ પૂરક પરીક્ષામાં ઉત્તિર્ણ હોવા છતાં પરિણામ જમા કરાવીપુન: પરીક્ષાર્થી તરીકે માર્ચ-૨૦૨૦માં બેસનાર છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પણજૂના અભ્યાસક્રમ મુજબ જ એટલે કે માર્ચ-૨૦૧૯ પરીક્ષામાં અમલી હતો તે જઅભ્યાસક્રમ મુજબ લેવાશે. આ વિદ્યાર્થીઓએ જૂના અભ્યાસક્રમ મુજબ પ્રાયોગિક પરીક્ષા પણ આપવાની રહેશે. આ માટે પોતાની શાળાના તેમજ જિલ્લા  શિક્ષણાધિકારી કચેરી સંપર્ક માં રહેવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.