નૂતન વર્ષે મધુરા મુખવાસથી મહેમાનોનું થશે સુ-સ્વાગતમ્

136

ઝુમ્મર, દિવડા, તોરણ, લાભ-શુભ-રંગોળીના સ્ટીકર, પગલા ખરીદવા ગૃહિણીઓ ઉમટી

દિવાળી પર્વનો કાલથી શુભારંભ થઈ રહ્યો છે કાલે રમા એકાદશી સાથે લોકો દિપાવલી પર્વ મનાવશે. દિવાળીને લઈ બજારમાં વિવિધ વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જામી રહી છે.

કપડા, બૂટ-ચપ્પલ, જવેલરી તો ગૃહ સુશોભનની વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. દિવાળીની ઉજવણી બાદ નૂતન વર્ષ મહેમાનોને સત્કારવા પણ વિવિધ તૈયારીઓ થવા લાગી છે.મધુરા મુખવાસ નવા વર્ષે ખવડાવી મહેમાનોનું સ્વાગત કરાશે. બજારમાં વિવિધ પ્રકારનાં મુખવાસ આવી ગયા છે.

જેમાં મીઠો મુખવાસ, જામનગરી મુખવાસ, પાન મસાલા, આમળા, આદુ, જીરાગોલી, આમ પાપડ, ગોટલી, જેલી, અળશી, મસાલા ખારેક સહિતના મુખવાસની ખરીદી થઈ રહી છે. આ ઉપરાંત ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી એ રંગોળી કરવા રંગો ઉપરાંત સ્ટીકર તેમજ માટીના દિવડા, ઈલેકટ્રીક દિવડાની ખરીદી કરવા ગૃહિણીઓ ઉમટી પડી છે. ગૃહની સજાવટ કરવા, હાર-તોરણ, લાભ-શુભના સ્ટીકર પણ ખરીદાઈ રહ્યા છે.

Loading...