Abtak Media Google News

૬૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે: મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન: સંતો-મહંતો, મહાનુભાવો

આહિર યુવા સમુહ લગ્ન સમીતીના પ્રમુખ વરજાંગભાઇ જે. હુંબલની અખબારી યાદી દ્વારા સમસ્ત આહિર સમાજને જણાવતા વિશેષ આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમીતી દ્વારા ર૬માં સમુહ લગ્નનું ઉત્કૃષ્ટ આયોજન કાલે રેસકોર્ષ ગ્રાઉન્ડ ફનવર્લ્ડની બાજુમાં યોજાયેલ છે. જેમાં ૬૮ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે આ સમુહલગ્નના આયોજનને બેનમુન બનાવવા માટે સમીતીના સભ્યો તડામાર તૈયારીઓ કરેલ છે.

આગામી ર૬મો સમુહ લગ્નોત્સવ આહિર સમાજની આગવી પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે સમગ્ર  ગ્રાઉન્ડમાં વિશાળ સમીયાણો અને સાથે ઢોલ નગારા સાથે દરેક નવદંપતિ અને જાનૈયાઓનું સન્માનની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે.

સમસ્ત આહિર સમાજના સહયોગથી આહિર યુવા સમીતીની યુવા ટીમ સભ્યો પ્રમુખ વરજાંગભાઇ જે. હુંબલ મો. નં. ૯૩૭૪૪ ૮૧૮૧૫ , કાનાભાઇ આર. મારુ, હિતેષભાઇ ચાવડા, વિમલભાઇ ડાંગર, કનુભાઇ ખાટરીયા, માંડણભાઇ ચાવડા, મુન્નાભાઇ એમ. હુંબલ કે જેઓ સમીયાણા કમીટી તેમજ ભોજન કમીટીમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ફોર્મ વિતરણ અને કરિયાવર સમીતીના વિનુભાઇ છૈયા, કાળુભાઇ હેરભા, અમુભાઇ મકવાણા, કનુભાઇ મારુ, નિર્મળભાઇ મેતા, ઇલેશભાઇ ડાંગર, જગદીશભાઇ બોરીચા, વિક્રમભાઇ ખીમાણી, અર્જુન કે .હુંબલ, મુકેશભાઇ એમ. ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમુલ લગ્નોત્સવમાં સમસ્ત  આહિર સમાજના સંતો અને મહંતો, સમાજના દાતાઓ અને વિવિધ ક્ષેત્રના રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોને ઉ૫સ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.