દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીનું ભવ્ય જુલુસ નિકળ્યું

110

સરગમ કલબના પ્રમુખ ગુણવંત ડેલાવાળાની ખાસ ઉપસ્થિતિ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઈસ્લામ ધર્મના મહાન નબી સાહેબ મોહમ્મદ રસુલ્લાહ સાહેબ (સ.અ.વ.)ના મિલાદ મુબારકની રાત્રે સમગ્ર દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ શહેરનાં વિવિધ માર્ગો ઉપરથી નીકળેલ હતુ જેમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબ વજાુહીની આગેવાનીમાં નીકળેલ હતુ. જેમા હાતીમી મોહલ્લાના આમીલ સાહેબ અલી અસગરભાઈ સાહેબ, કુત્બી મોહલ્લાના આમીલ સાહેબ, શેખ સૈફુદીનભાઈ રામપુરાવાલા, વજાુદી મોહલ્લાના આમીલ સાહેબ, શેખ હુશેનભાઈ અને ઝકવી મોહલ્લાના આમીલ સાહેબ શેખ મુસ્તફાભાઈએ ઉપરાંત દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બાળકો મોટી સંખ્યામાં જોડાયેલ હતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ખાસ ઝુલુસમાં સામીલ થઈ મુબારક બાદી આપેલ હતી.

જનાબ મુસ્તફા સાહેબે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ઈદે મિલાદુન્નબીની ઉજવણી રૂપે રાજકોટ શહેરના વિવિધ માર્ગો પરથી ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ અમારા તહેવાર ઈદે મિલાદુન્નબીની ઉજવણી ધામધૂમે કરી રહ્યા છે.

 

હસનૈનભાઈ જોહરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, દાઉદી વ્હોરા સમાજ દ્વારા મિલાદુન્નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના નાનાથી લઈ વૃધ્ધ સુધીના બહોળી સંખ્યામાં જોડાયા હતા અને શહેરના રાજમાર્ગો પર ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ.

Loading...